તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેલ્થ સેમિનાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘દરવર્ષે ભારતમાં 5.6 લાખ લોકો કેન્સરની બિમારીના કારણે મોત પામે છે. જો કેન્સરના દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવે તો અઢી લાખ જેટલાં દર્દીઓને કેન્સર જેવા ગંભીર રોગમાંથી બચાવી શકાય છે.’ રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ‘પાચનતંત્રમાં કેન્સર, માહિતી અને સાવધાની’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાત ડો.નરેશ ગાબાણીએ જણાવી હતી. એમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘કેન્સર પ્રત્યે સમાજમાં ઘણી ગેરમાન્યતાઓ ફેલાઈ રહી છે. કેન્સર રોગ વિશે જાગૃતિ લાવવામાં આવે તો અનેક લોકોને મોતના મુખમાંથી બહાર કાઢી શકાય તેમ છે. કેન્સરથી બચવા માટે પહેલા તો તમાંકુ, આલ્કોહોલ છોડો. વજન વધે તેનો ખ્યાલ રાખવો અને ખોરાક યોગ્ય સમય પર લેવો જોઈએ. કેન્સર માટેના મુખ્ય પાંચ લક્ષણો છે. જેમાં વજનમાં વધારો થ‌વો, ઝાડામાં લોહી પડવું, 40 વર્ષ પછી ડાયેરિયા થવા,પેટમાં દુ:ખાવો થવો, મસામાં નવો ફેરફાર થવો અને ગળા નીચે ખોરાક ઉતરવો. જો તમામ લક્ષણો સાથે હોય તો સમજવું કે, કેન્સર છે. લક્ષણો દેખાય તુરંત ડોક્ટરની સલાહ પ્રમાણે તપાસ કરવી જરૂરી છે. જો કેન્સરની સમયસર સારવાર કરાવવામાં આવે તો દર્દીને કેન્સર જેવી બિમારીમાંથી બચાવી શકાય છે. વિશેની જાગૃતિ જરૂરી છે.’

સમયસર સારવાર કરાવો તો કેન્સર મટાડી શકાય

અન્ય સમાચારો પણ છે...