તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • િચદમ્બરમને બદલે અહેમદ પટેલ સાથે ચર્ચા કરાવી દીધી

િચદમ્બરમને બદલે અહેમદ પટેલ સાથે ચર્ચા કરાવી દીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારેદિલ્હી પી.ચિદમ્બરમ અને કપિલ સિમ્બલને રજૂઆતે ગયેલા ટેક્સટાઇલ ટ્રેડર્સ અને વિવર્સને રાહ જોવડાવી અહેમદ પટેલની મુલાકાત કરાવી દઇ, ગુરૂવારે સવારે 9 વાગ્યાનો સમય ફાળવી દેવામાં આવ્યો હતો.જ્યારે શહેરના બીજા ટેક્સટાઇલ જૂથ દ્વારા ટ્રાન્સપોર્ટ ડિલીવરીના વણઉકેલાયા પ્રશ્નને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધી રજૂઆત કરાઇ હતી.

તા.9મી સપ્ટેમ્બરે હૈદરાબાદ ખાતે જીએસટી કાઉન્સીલની બેઠક મળવા જઇ રહી છે. તે પહેલાં સોમવારે રાહુલ ગાંધીની રજૂઆતે ગાંધીનગર ગયેલા ફોગવા પ્રમુખ અશોક જીરાવાલા,મયુર ગોળવાલા સમેત ટેક્સટાઇલ ટ્રેડર્સ ચંપાલાલ બોથરા, હિતેષ સાંકલેચાને દિલ્હીનું તેડું આપવામાં આવ્યું હતું.

બુધવારે આખો દિવસ રાહ જોવડાવ્યા બાદ ગુરૂવારે સવારે 9 વાગ્યાની પી.ચિદમ્બરમ અને કપિલ સિમ્બલ દ્વારા એપોઇન્ટમેન્ટ આપી અવેજના ભાગરૂપે અહેમદ પટેલ સાથે ઉદ્યોગકારોની મુલાકાત કરાવી દેવાય હતી. અંગે મયુર ગોળવાલા સાથે થયેલી વાતચીતમાં તેમણે જ્ણાવ્યું હતું કે ગણતરીઓ સમેતની માંગણીઓની ચર્ચા કરાઇ હતી અને 9મી તારીખે મળનારી કાઉન્સીલની બેઠકમાં ભાર પૂર્વક રજૂઆત કરવાનું આશ્વાસન આપવામાં આવ્યુ હતું.

અહેમદ પટેલ સાથે મુલાકાત કરી રહેલા ટેક્સટાઈલ ટ્રેડર્સના અગ્રણી.

GST મામલે વેપારીઓના જૂથ સામસામે

અન્ય સમાચારો પણ છે...