તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1 માળ ગેરકાયદે બનાવવાની ‘ફી’ 2થી 3 લાખ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકા કમિશનરને ગેરકાયદે બાંધકામની ફરિયાદ મળે તો વિજીલન્સ તપાસ કરાવીને જવાબદાર અધિકારીને શો કોઝ અથવા તો ચાર્જશીટ સુધીના પગલાં ભરવામાં આવે છે જ્યારે કેટલાક કિસ્સામાં અધિકારીને સસ્પેન્ડ કરવા સુધીના પણ પગલાં ભરવામાં આવે છે. તેજ રીતે સેન્ટ્રલ ઝોનનો ડેપ્યુટી ઇજનેર અજીત નાયકને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ગેરકાયદે બાંધકામ કરવા માટે સૌથી પહેલી જવાબદારી સુપરવાઇઝર, આસિસ્ટન્ટ ઇજનેરની હોય છે. બાદ ડેપ્યુટી ઇજનેર અને એક્ઝિક્યુટીવ એન્જિનિયરની જવાબદારી નક્કી થતી હોય છે. કારણકે જે પણ જગ્યાએ ગેરકાયદે બાંધકામ થવાનું હોય તે જગ્યા પર બાંધકામ કરવાનો સામાન સૌથી પહેલા આવતો હોય છે. તેમાં સુપરવાઇઝર અથવા તો આસિસ્ટન્ટ ઇજનેર તે વિસ્તારનો રાઉન્ડ લેતા ગેરકાયદે બાંધકામ થવાનો ખ્યાલ આવી જાય છે. તેને અટકાવવાને બદલે બાંધકામ કરનારાઓ સાથે વાટાઘાટ કરીને બેથી ત્રણ લાખ રૂપિયાનો ભા‌વ નક્કી કરીને ગેરકાયદે બાંધકામ કરવાની છૂટ આપી દેવાય છે. તેમાં પાલિકાના કર્મચારી અને અધિકારી એવી શરત પણ મુકે કે જો કોઇની ફરિયાદ આવે અને અમારે ગેરકાયદે બાંધકામ તોડવું પડે તો અમારી જવાબદારી રહેશે નહીં. તેના કારણે બાંધકામ કરનારાઓને ખુલ્લો દોર મળી જાય છે. આવી રીતે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ચાર જેટલા ગેરકાયદે બાંધકામની સતત ફરિયાદ મળવા છતાં કોઇ પગલાં ભરવામાં નહીં આવતા સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી ઇજનેર અજીત નાયકને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ પાલિકા કમિશનરે કર્યો છે.

ડે.ઇજનેર અજિત નાયકના સસ્પેન્શન પછી લાંચની કાળી હકીકતો બહાર આવી રહી છે

ફરિયાદ મળશે તો ચોક્કસ કાર્યવાહી

^પાલિકાના કર્મચારી કે અધિકારી ગેરકાયદે બાંધકામ કરવા માટે એક માળના બેથી ત્રણ લાખ રૂપિયા લે છે તેની પુરાવા સહિતની ફરિયાદ મળશે અને તેમાં તથ્ય જણાશે તો ચોક્કસ કર્મચારી કે અધિકારીની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.>એમ. થેન્નારાસન,કમિશનર,પાલિકા

ફરિયાદ બાદ માત્ર ગાબડાં પડાતાં હોય છે

જેગેરકાયદે બાંધકામમાં પાલિકાના અધિકારી કે કર્મચારીએ બેથી ત્રણ લાખનો વહીવટ કર્યો હોય તે બાંધકામની ફરિયાદ મળે અને તોડવાની ફરજ પડે તો પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ બાંધકામના સ્થળે જઇને સમગ્ર બાંધકામને તોડવાને બદલે ગાબડા પાડવાની કામગીરી કરતો હોય છે. ત્યાર બાદ તેના ફોટા પાડીને પાલિકા કમિશનરને મોકલી આપવામાં આવતા હોય છે તેથી ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરીનો દેખાડો કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...