તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ‘જેમનાં શરીરમાં મારા પતિનું હૃદય ધબકે છે એમને હું એકવાર તો મળીશ જ..!!’

‘જેમનાં શરીરમાં મારા પતિનું હૃદય ધબકે છે એમને હું એકવાર તો મળીશ જ..!!’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Heart

World

Day

એક સુરતીએ પોતાનું હૃદય બીજા સુરતીને ડોનેટ કરી દીધું એવી સુરતની પહેલી ઘટના છે

તો નિર્ણય સહેલો નથી હોતો..છતાં પણ સુરતીઓએ નિર્ણય લીધો અને પોતાની સાવ ગમતી વ્યક્તિનું ધબકતું હૃદય ડોનેટ કરી દીધું..! ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર સુરતમાં હૃદય ડોનેટ થયા છે ત્યારે ડોનેટ લાઇફ સંસ્થાનાં સહયોગથી હમણાં જેમનાં શરીરમાં હૃદય બેસાડાયું છે એવા ભરત મોદી અને એમને જેમનું હૃદય ડોનેટ કરાયું એમની પત્ની કાશ્મીરા પટોળિયા સાથે અમે વાત કરી. વાંચો, જલ્પેશ કાળેણાનો વિશેષ અહેવાલ.

મે એમને મળ્યા ત્યારે એમની આંખો ભીની હતી. પછી ખૂબ રડ્યાં. થોડીવાર રડતાં રહ્યાં-પછી અચાનક હસી પડ્યા અને બોલ્યા, ‘તમે જાણો છો, એમણે જાન આપીને દિલ દઇ દીધું..!!’ દિવસે પેટ્રોલપંપ પરથી એમણે મારી સાથે છેલ્લી વાર વાત કરેલી, ‘જમવાનું તૈયાર રાખ, હું દસ મિનિટમાં પહોંચું છું..!’ હજી સુધી દસ મિનિટ મારી જીંદગીમાં આવી નથી. એમનો એક્સિડંટ થયો હતો અને મેં એમને હોસ્પિટલમાં છેલ્લી વાર જોયા ત્યારે શરીરથી જીવતાં હતા પણ દિમાગથી ‘ડેડ’ થઇ ચૂક્યા હતા. ડોક્ટરે ડોકું ધૂણાવી સમજાવી દીધું કે હવે અઘરું છે. પગ નીચેથી જમીનનું સરકી જવું કેવું હોય મને સમજાયું. . ડોક્ટરે પૂછ્યું, હૃદય સાબૂત છે, ડોનેટ કરવું છેω? એમનું હૃદય સાબૂત હતું પણ મારું ન્હોતું…જે માણસને-જે માણસનાં હૃદયને મેં આખી જીંદગી ચાહ્યું હતું, એનાં શરીરમાંથી કાઢીને દાનમાં દઇ દેવાનું હતું…!! મને થયું થોડા દિવસો માટે નિર્ણય ટાળી દઉ. હૃદય કાઢી લેવા એમનાં શરીર પર વાઢકાપ થતી હતી ત્યારે ડોક્ટરની કાતર મારી છાતી પર ફરતી હોય એવું લાગેલું. ખૂબ શાંતિથી વિચાર્યું ત્યારે સમજાયું કે પળ રડવાની ન્હોતી, તો આનંદની પળો હતી. એમણે હૃદય આપીને કોઇની જીંદગી બચાવી હતી. હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ન્હોતું, જ્યોતનું ટ્રાન્સપ્લાન્ટ હતું, અજવાળાનું ટ્રાન્સપ્લાન્ટ હતું. જેમનાં શરીરમાં એમનું હૃદય ધબકે છે એમને હું એકવાર તો મળીશ જ..! }કાશ્મિરા પટોળિયા

દિવસો બહુ અઘરાં હતાં. સુરતનાં બધાં ડોક્ટરોએ કહી દીધું હતું કે હું બચવાનો નથી. તમને ખબર છે, મને લાગતું હતું કે હું કોઇ એવાં અંધારાનાં દરવાજા પર ઊભો છું-જેની આર-પાર નર્યા અંધકાર સિવાય કંઇ નથી. રોજ રાત્રે એવા વિશ્વાસ સાથે ઊંઘતો કે સવારે ઊઠવાનો નથી-પણ સવારે હું ઉઠતો અને પીડાની એક નવી યાત્રા શરૂ થતી. મને મુંબઇ લઇ જવાયો. ડોક્ટરે કહ્યું કે, ‘તમારું હૃદય બદલી નાંખવું પડશે..!’ અમે હૃદય માટે અરજી કરી. મારું નામ વેઇટિંગ લીસ્ટમાં હતું. મને ખબર ન્હોતી કે હૃદય મેળવવાની લાઇનમાં મારો નંબર આવશે કે કેમω મારો નંબર જલ્દી આવે એની પ્રાર્થના પણ કરી શકતો ન્હોતો-કારણ કે મૃત્યુ કેવું ભયાનક હોય છે હું અનુભવી રહ્યો હતો અને ઇચ્છતો ન્હોતો કે બીજું કોઇપણ મારી જેમ ભયાનક અંધકારનો અનુભવ કરે. કાળો અંધકાર મને ઘેરી વળ્યો હતો અને મને લાગતું ન્હોતું કે હું એમાંથી બહાર નીકળી શકીશ. ત્યાં અંધકારની વચ્ચે એક દરવાજો ખૂલ્યો, ડોક્ટરે કહ્યું-મને હૃદય મળી ગયું છે અને સુરતથી હૃદય આવવાનું છે..હું બચી ગયો..જીવી ગયો..મારું ઓપરેશન કરાયું અને એક બીજા શરીરમાં ધબકતાં હૃદયને મારી અંદર બેસાડી દેવામાં આવ્યું. મારી છાતીમાં ડાબી બાજુ પર હાથ મૂકું છું ત્યારે લાગે છે કે મારી અંદર વ્યક્તિ ધબકી રહી છે, જેનું હૃદય મને મળ્યું છે. ‘નવા’ હૃદયથી હું બદલાઇ ગયો છું, પહેલા કરતા વધારે કૂણો થઇ ગયો છું. }ભરત મોદી

અન્ય સમાચારો પણ છે...