• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જેઇઇ એડવાન્સમાં સુરતની પ્રિયાંશી ગુજરાત ફર્સ્ટ..!!

જેઇઇ એડવાન્સમાં સુરતની પ્રિયાંશી ગુજરાત ફર્સ્ટ..!!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશનીટોપ આઈઆઈટીમાં એડમિશન માટે યોજવામાં આવતી જેઈઈ એડવાન્સનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સાથે દેશનાં 3000 વિદ્યાર્થીઓ માટે દેશની ટોપ આઈઆઈટીમાં એડમિશન માટેનાં દરવાજા ખુલી ગયા. જેમાં સિટીની નહીં પણ ગુજરાત રાજ્યની ટોપર પ્રિયાંશી સોમાણીનો પણ સમાવેશ થાય છે. પ્રિયાંશી સોમાણી જેઈઈ એડવાન્સમાં ઓલ ઈન્ડિયામાં 228માં રેન્ક સાથે રાજ્યકક્ષાએ ગર્લ્સમાં ટોપર રહી છે. સિટી ભાસ્કર સાથે વાત કરતાં પ્રિયાંશી સોમાણીએ પોતાનાં સપના અને તેને સાકાર કરવાની સ્ટ્રેટેજી શેર કરી.

પ્રિયાંશીએધોરણ 11થી IITમાં ભણવાનું નક્કી કર્યું હતું

પ્રિયાંશીએકહ્યું હતું કે ‘પહેલાથી મને એન્જીનિયરીંગમાં રસ હતો અને દેશની ટોપ IITમાંથી એન્જીનિયરીંગ કરવું હતું. JEEમાં સ્કોર કરવા માટે કોઈ સ્ટ્રેટેજી બનાવી હતી. પણ, એક વાત મેં મક્કમપણે વિચારી રાખી હતી કે મારે ટોપ IITમાંથી એન્જીનિયરીંગ કરવું છે. તેથી મેં ધોરણ 11થી JEEની તૈયારી શરૂ કરી દીધી હતી અને JEEની પ્રિપરેશન માટે કોટા જતી રહી હતી. મને પહેલાથી ઈલેક્ટ્રિકલમાં વધારે રસ છે. હું IIT મુંબઇથી ઈલેક્ટ્રિકલ અથવા કોમ્પ્યુટર એન્જીનિયરીંગ કરવા માંગું છું.
અન્ય સમાચારો પણ છે...