ફિટનેસનો નશો સારો છે, છોડવાની ચિંતા નથી હોતી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાઇનેકોલોજીસ્ટ

સુ રતની મહિલાઓ હવે હેલ્થ કોન્સિયસ બનવા લાગી છે. લગભગ 46 વર્ષથી સુરતની શહેરની મહિલાઓની તંદુરસ્તી અને નાદુરરસ્તીને પાસેથી જોતી આવી છું. છેલ્લા પાંચેક વર્ષથી મારું એક અવલોકન છે. મહિલાઓમાં તંદુરસ્તી પ્રત્યેની જાગૃતિ વધતી હોય એવું લાગે છે. સવારે કે સાંજે, જોગર્સ પાર્કમાં, જાહેર રસ્તા પર, યોગા ક્લાસમાં કે જીમમાં, ટ્રેકિંગમાં, રનર્સગ્રુપમાં કે સાઈકલીંગ ગૃપમાં બધે મહિલાઓે એક્ટિવ થઈ ગઈ છે. સાહસિક મહિલાઓે બાઈકિંગ કે હિમાલય પર ટ્રેકિંગમાં જાય છે. બધુ જોઈને સારું લાગે છે. સુંદર દેખાવાની હોડમાં કે ફિટનેસ જાળવવા માટે અથવા તો કોઈ પણ હેતુથી કસરતની જાગૃતિ લાંબે ગાળે તુદુરસ્તી માટે તો ફાયદાકારક છે. મહિલાઓ માટે કોઈપણ રીતે શારિરીક કસરત તો સારી છે પરંતુ તમારે માટે કઈ કસરત યોગ્ય છે અેની સંપૂર્ણ માહિતી મેળવવી જરૂરી છે. જલ્દી વજન ઓછું કરવાની લ્હાયમાં વધુ પડતી કસરત નુકશાનકારક છે. ફિટનેસ જાળવવી એક સાધના છે. તેને રોજીંદા જીવનમાં સામેલ કરી લો. મહિલાઓ, યાદ રાખો ફિટનેસ અને સ્લીમનેસ બે જુદી વસ્તુ છે. ફિટનેસ જાળવવા કસરત સાથે યોગ્ય આહાર શાંતિદાયક અને પુરતી ઉંઘ અને તણાવમુક્ત જીવન પણ એટલાં જરૂરી છે. તમે ફિટનેસ માટેની કોઈ પણ પ્રવૃતિ નિયમિત કરતાં હોવ તો તમારા મિત્રોનોે પણ અેનો નશો લગાડો, એક ખુબ સરસ નશો છે લાગ્યા પછી છોડવાની ચિંતા હોતી નથી.
અન્ય સમાચારો પણ છે...