તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દિવસભર ઓવારે ભાવના નામે લૂંટફાટ મચી, 5 વાગ્યે તો 4000ના સીધા 25000

દિવસભર ઓવારે ભાવના નામે લૂંટફાટ મચી, 5 વાગ્યે તો 4000ના સીધા 25000

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના 32 ઓવારામાંથી થોડા ઓવારા પર મૂર્તિ વિસર્જનનાં ભાવપત્રક જોવા મળ્યા હતાં.

પોલીસે જાહેરજનતાને અપીલ કરી હતી પણ..

^અમે નદીમાં પાણી હોવાથી મોટી પ્રતિમા હજીરા-ડુમસ દરિયા કિનારે ડુબાડવા અપીલ કરી હતી. ઓવારાવાળાએ કાળજી રાખી યોગ્ય કહેવાય. > સતીષશર્મા, પોલીસકમિશનર

મૂર્તિ વિસર્જન માટેનાં ભાવપત્રક પણ ગણ્યા-ગાંઠ્યા ઓવારાવાળાએ લટકાવ્યાં હતાં

ગણેશ ઉત્સવ સમિતિએ તમામ ઓવારાઓની 18 ઓગષ્ટ 2017ના રોજ મળેલી મિટિંગમાં તમામની સહમતિથી ફૂટ પ્રમાણે મૃર્તિ વિસર્જનના દરો નક્કી કર્યા હતા અને તેમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના અને સુર્યાસ્ત બાદના દરો નક્કી કરાયા હતા. સૂર્યાસ્ત પહેલા 9 ફૂટના માત્ર રૂ. 2650 અને સૂર્યાસ્ત બાદ માત્ર રૂ. 4000 નક્કી કરાયા હતા પરંતુ ડક્કા ઓવારા, નાવડી ઓવારા, જીંજર ઓવારાઓ પર તો બેફામ દરો વસૂલાયા. કોઈએ ભાવ પત્રકના બોર્ડ માર્યા હતા. એક માત્ર તરુણા સાગર ઓવારા પર ભાવપત્રક મરાયું હતું અને પ્રમાણિકતાથી નક્કી કરાયેલા દરો વસૂલાતા હતા.

મંડળો પોલીસને અરજી કરી શકે

^કોઈ પણ ઓવારા પર નક્કી કરાયેલા દરો કરતા વધુ રૂપિયા પડાવાયા હોય તો ભોગ બનેલાં મંડળો લેખિતમાં રસીદના પુરાવા સાથે પોલીસને અરજી કરે. તેની સામે જરૂર પગલાં લેવાશે. પાંચ ફૂટથી મોટી પ્રતિમા સિટી વિસ્તારના ઓવારા પર વિસર્જિત કરાય હોય તો તે જવાબદારી પણ પોલીસે સ્વીકારી હતી. તેની સાથે અમારે કોઈ લેવા-દેવા નથી. > અનિલબિસ્કિટવાળા, પ્રમુખ,ગણેશ ઉત્સવ સમિતિ

ડક્કા ઓવારા પર બપોરે 12 હજાર રૂપિયા મંગાયા!

ડક્કાઓવારે બપોર સુધી પ્રતિમા વિસર્જન માટે નક્કી કરેલા દરો ઉપર થોડા વધુ દરો વસૂલાયા પણ બપોર બાદ એકી ધડાકે દરો વધારી 10થી 12 હજાર રૂપિયા મંગાવા લાગ્યા. બેગમપુરાના પાંચ ફૂટ કરતા મોટા શ્રીજી માટે દરો મંગાયા. જ્યારે નવાપુરા લીમડીશેરીના ચંદ્ર પર બિરાજમાન શ્રીજીના 8500 રૂપિયા તો ભાઠેના સિદ્ધિ વિનાયક શ્રીજના રૂ. 7000 મંગાયા.

પહેલાં25 હજાર માંગી 18 હજારમાં ફાઇનલ કર્યું

નાવડીઓવારા પર દિવસ ભર નક્કી કરેલા દરો કરતા વધુ રૂપિયા વસૂલાયા. સૂર્યાસ્ત પછીનો 9 ફૂટની પ્રતિમાનો દર રૂ. 4000 રખાયો હતો પરંતુ દિવસમાં આવી પ્રતિમાના 25000, 18000 અને 15000 રૂપિયા વસૂલાયા. જ્યારે તેનાથી નાની પ્રતિમાના 7 હજારથી 12 હજાર સુધી વસૂલાયા. સાંજે પાંચ વાગ્યે એક ગણેશ આયોજક પાસે નવ ફૂટની પ્રતિમાના 25 હજાર રૂપિયા મંગાયા પણ બાદમાં 18 હજારમાં ફાઈનલ થયું. ઓવારા મંડળોને બેફામ દરો વસૂલવાથી રોકનાર કોઈ હતું.

પાંચ ફૂટ ઉપરની પ્રતિમાનો શહેરના ઓવારાઓ પર પ્રતિબંધ હોવા છતાં 20-25 ફૂટ સુધીની મૂર્તિનું વિસર્જન કરી કમિશનરના આદેશનું ઉલ્લંઘન કરાયું

સમિતિ સાથેની મીટિંગમાં ઓવારાવાળાઓએ સૂર્યાસ્ત પછી મહત્તમ રૂ. 4000 લેવાનું નક્કી તો કર્યું પણ આખોદિવસ 7 હજારથી નીચે ભાવ હતા

નિયમના લીરા ઊડ્યા | ગણેશ ઉત્સવ સમિતિએ પ્રતિમાના વિસર્જનના નક્કી કરેલા ભાવની આચારસંહિતાનું શહેરના કેટલાક ઓવારાવાળાઓએ ધરાર ઉલ્લંઘન કર્યું

વિસર્જનના ફૂટ પ્રમાણે ભાવ હતા (રૂ.માં)

ફૂટ દિવસે રાત્રે

1151 251

2 301 450

3 550 800

4 750 1100

5 1050 1550

6 1350 2000

7 1750 2600

8 2150 3300

9 2650 4000
અન્ય સમાચારો પણ છે...