તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ચિત્રા નક્ષત્રમાં શ્રાદ્વ કરવાથી રૂપ અને તેજમાં વધારો થાય

ચિત્રા નક્ષત્રમાં શ્રાદ્વ કરવાથી રૂપ અને તેજમાં વધારો થાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય વૈદિક પરંપરામાં માનવીના દેહાવસાન બાદ પણ આત્માના અસ્તિત્વને સ્વીકારાયો છે. તેની સાથે મૃત્યુ પછી આત્માના ઉચ્ચગમન માટે પણ નિયમો દર્શાવ્યા છે. તેમાં ખાસ કરીને કામ્ય કર્મ જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરી વિવિધ નક્ષત્રોના ફળ પણ વર્ણવ્યા છે. અંગે પિંડિત દેવવ્રત કશ્યપે જણાવ્યું હતું કે માનવીના જન્મ સાથે તેના જીવનની તમામ વ્યવસ્થા નિશ્ચિત છે. હકિકત જ્યોતિષશાસ્ત્રના આધારે જાણી શકાય છે. માનવીના મૃત્યુ પછીની ગતિ કે જીવતા જીવ પણ કામ્યકર્મ શ્રાદ્ધ પક્ષમાં કરી શકે છે.

માટે શાસ્ત્રોમાં નક્ષત્ર પ્રમાણે કરાયેલા શ્રાદ્ધકર્મના ફળ વર્ણવ્યા છે. તેની સાથે શાસ્ત્રોમાં શ્રાદ્ધકર્મ માટે ભરણી, કૃતિકા અને મઘા નક્ષત્રને વિશિષ્ટ સ્થાન અપાયું છે. ત્રણે નક્ષત્રમાં ભરણીનો સ્વામી શુક્ર, કૃતિકાનો સ્વામી સૂર્ય અને મઘાનો સ્વામી કેતુ છે. શુક્ર પાસે મૃત સંજીવની છે તો સૂર્ય આત્મ તત્વનો કારક અને કેતુ ગુહ્ય વિદ્યાનો સ્વામી છે. આથી ત્રણે નક્ષત્રનું વિશેષ મહત્વ છે.

તા. તિથિ શ્રાદ્ધ

6 પ્રતિપદા પ્રથમ શ્રાદ્ધ

14 નોમ સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ

17 બારસ સંન્યાસીનું શ્રાદ્ધ

તા. તિથિ શ્રાદ્ધ

18 તેરસ બાળકોન શ્રાદ્ધ

19 ચુતર્દશી અકાળ મૃત્યુ થયેલાનું શ્રાદ્ધ

20 સર્વપિતૃ અમાસ અને પૂનમનું શ્રાદ્ધ

તિથિ પ્રમાણે પ્રમુખ શ્રાદ્ધ

આજથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ

} અશ્વિની ઉત્તમ ઘોડાની પ્રાપ્તિ

} કૃતિકા-શ્રવણ સ્વર્ગની પ્રાપ્તિ

} રોહિણી-વિશાખા-મઘા-ઉ.ફાલ્ગુની સંતાન પ્રાપ્તિ

} મૃગશીર્ષ તેજસ્વીતા

} આર્દ્ર શૌર્યપ્રાપ્તિ

} પુનર્વસુ ઇચ્છિત કન્યા

} ભરણી-આશ્લેષા-મૂળઃ આયુષ્યપ્રાપ્તિ

} પૂર્વાફાલ્ગુની સૌભાગ્ય

} હસ્ત શાસ્ત્રજ્ઞાન

} ચિત્રા રૂપ અને તેજ

} સ્વાતિ વ્ચાપાર લાભ

} અનુરાધા રાજ્યપ્રાપ્તિ

} પૂર્વાષાઢા યશ

} અભિજિત વિદ્વત્તા

} શતભિષા-કાર્યસિદ્ધિ

} પૂ.ભાદ્રપદા-ઉ.ભાદ્રપદાઃ પશુધન

} રેવતી સિદ્ધિપ્રાપ્તિ

નક્ષત્રો પ્રમાણે શ્રાદ્ધનું ફળ મળે છે

રિવાજ પ્રમાણે શ્રાદ્ધ મઘા, કૃતિકા અને ભરણી નક્ષત્રનું વિશિષ્ટ મહત્વ

4

સુરત, બુધવાર, 6 સપ્ટેમ્બર, 2017

અન્ય સમાચારો પણ છે...