• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બકરી ઇદમાં બોગસ ગૌરક્ષકોથી બચાવવા કલેક્ટરને રજૂઆત

બકરી ઇદમાં બોગસ ગૌરક્ષકોથી બચાવવા કલેક્ટરને રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી તા.2 સપ્ટેમ્બરના રોજ ઇદને લઇ લઘુમતી સમાજે રજૂઆત કરી

આગામી2 સપ્ટેમ્બરના રોજ મુસ્લિમોનો પવિત્ર બકરા ઈદ તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને બોગસ ગૌરક્ષકો હેરાન કરે તે બાબતે ગૌષો ખ્વાજા રજા ગ્રુપ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે બકરા ઈદ તહેવાર લઘુમતિ સમાજના મુસ્લિમો ભારતીય બંધારણની પરંપરા મુજબ સુખ શાંતિથી ઉજવી શકે અને કુરબાની પ્રથાનો અમલ કરે તે જરૂરી છે. પ્રથા માટે રાજ્ય બહારથી આવતા વેપારીઓને કે મુસ્લિમ સમાજને કોઈ જાનમાલને નુકશાન ના થાય અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રજુઆત કરીએ છીએ. ઉલ્લેખનિય છે કે શહેર અને જિલ્લામાં રાજસ્થાનથી આવતી બકરાની ટ્રકોને અટકાવી જબરદસ્તી બકરા લાવનાર વેપારીઓ પાસેથી મોટી રકમનો તોડ કરેલ અને પ્રવૃત્તિમાં બોગસ ગૌરક્ષા સમિતિના નામે કામ કરતા જેથી પ્રકારના બની બેઠેલા સમિતિઓ દ્વારા ખોટી હેરાનગતિ થાય તેવી માંગ કરીએ છીએ.

આવેદન આપવા માટે મોટી સંખ્યામાં લઘુમતી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે ઉત્સવમાં શાંતિનું વાતાવરણ પણ બની રહે તે માટે લઘુમતિ સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...