• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ટેક્સટાઇલમાં મહિને 800 કરોડનો આંતરિક વેપાર 70 ટકા ઘટી ગયો

ટેક્સટાઇલમાં મહિને 800 કરોડનો આંતરિક વેપાર 70 ટકા ઘટી ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આડતિયા અને એજન્ટોને પણ GST લાગતાં મોટી અસર

ટેક્સટાઇલવેપારીની સાથે ટેક્સટાઇલ સાથે સંકળાયેલા એજન્ટો અને આડતિયાઓ પણ જીએસટીના દાયરામાં આવી જતાં માર્કેટના આંતરિક વેપારને અસર જોવા મળી રહી છે.આડતિયાઓ ઉપર 5 ટકા અને એજન્ટોને 18 ટકા જીએસટીના કારણે સોદાઓ ખપપૂરતા કરી દેવાયા છે.એક માસમાં રૂ. 700 થી 800 કરોડના આંતરિક વેપાર પૈકી માત્ર 30 ટકા એટલે કે રૂ. 250 કરોડનો આંતરિક વેપાર નોંધાયો છે.

જુલાઇ માસની હડતાલ બાદ કાર્યરત થયેલી શહેરની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પાસે સીઝનની સામે ખપપુરતા બહારના ઓર્ડરની સાથે આંતરિક વેપાર પણ મર્યાદિત થઇને રહી ગયો છે. આંતરિક થવાના લાખો-કરોડોના સોદા પાર પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવતાં એજન્ટો અને આડતિયાઓના કારણે આંતરિક વેપારની ગતિ મંદ થઇ હોવાનું વેપારીઓનું તારણ જાણવા મળ્યુ છે. વેપારીઓના મત પ્રમાણે આડતિયાઓ અને એજન્ટો કાચામાં કામ કરતાં હોઇ છે જેના કારણે રક્ષાબંધન, જન્માષ્ટમી તથા દિવાળીની શરૂ થતી ખરીદીમાં મોટો ભાગ ભજવતાં બંન્ને ઘટકોએ વેપારીઓ પાસેથી ખરીદી કરવાનું મર્યાદિત કરી દીધું છે.

એક અગ્રણી આડતિયા અરૂણ પાટોડીયાના જ્ણાવ્યાનુસાર, જ્યાં સુધી જીએસટીને લઇને મુંઝવણ છે ત્યાં સુધી વેપાર પહેલાંની માફક થશે નહી એવામાં આડતિયાઓ હોલસેલર્સ પાસેથી 5 ટકા ટેક્સ ચૂકવી માલ ખરીદે છે પણ રીટેઇલર્સ દ્વારા તેની ખરીદી કરાતી નથી જેના કારણે આડતિયાનો વેપાર પણ અટક્યો છે જ્યારે એજન્ટો કાચામાં કામ કરતાં હોવાથી એજન્ટોએ સોદા પાર પાડવાનું અટકાવી દીધું છે. સપ્ટેમ્બર સુધીમાં કાઉન્સિલ તરફથી સ્પષ્ટતા થયા બાદ ખરીદી નીકળે તેવી શક્યતા છે.

ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા બે માસમાં માત્ર 30 ટકા વેપાર થયો, સપ્ટેમ્બરમાં ખરીદી નીકળવાના અણસાર

અન્ય સમાચારો પણ છે...