• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત : અઠવાગેટસ્થિત નાનપુરા સંઘમાં જૈનાચાર્ય કુલચન્દ્ર સૂરિ અને પં.પદ્મદર્શન

સુરત : અઠવાગેટસ્થિત નાનપુરા સંઘમાં જૈનાચાર્ય કુલચન્દ્ર સૂરિ અને પં.પદ્મદર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : અઠવાગેટસ્થિત નાનપુરા સંઘમાં જૈનાચાર્ય કુલચન્દ્ર સૂરિ અને પં.પદ્મદર્શન મહારાજે ધર્મસભા યોજી. જેમા જન્માષ્ટમી અને સ્વાતંૢદિનના અનુસંધાને પંન્યાસ પદ્મદર્શન મહારાજે જણાવ્યું કે, ભાગવતમાં શ્રીકૃષ્ણને ભગવાન તરકે જૂઓ પણ મહાભારતની કથામાં વર્લ્ડ બેસ્ટ પોલિટિશીયન તરીકે શ્રીકૃષ્ણ પ્રસિદ્ધિ છે. નમ્રતા,કરૂણા અને ગુણાનુરાગનું સરવૈયુ એટલે શ્રીકૃષ્ણ. ધર્માત્મા અને કર્માત્મા એમ બે સ્વરૂપ શ્રીકૃષ્ણના છે. સંસાર ત્યાગ કરનાર સાધુ જેમ યોગી કહેવાય તેમ સાધુ જીવનને સતત ઝંખતા એવા શ્રીકૃષ્ણ પણ યોગી કહેવાય. સમગ્ર વિશ્વ વ્યાપી કરૂણા શ્રીકૃષ્ણની હતી. કુરુવંશના યુદ્ધને અટકાવવા છેક સુધી વિષ્ઠિકાર બનીને તેમણે પ્રયત્ન કર્યા હતા.

‘કૃષ્ણ વર્લ્ડ બેસ્ટ પોલિટિશિયન હતા’

અન્ય સમાચારો પણ છે...