નકસલી ભટ્ટાચાર્ય 22 આરોપીનો બોસ છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દ.ગુજરાતમાં નકસલવાદ ફેલાવવા કેટલાક નકસલીઓ સામે કામરેજ પોલીસમાં ગુનો નોંધાયો તે કેસમાં અત્યાર સુધી 22 નકસલીઓ પકડાઈ ચૂક્યા હતા. તુષાર ભટ્ટાચાર્ય અત્યાર સુધીના જેટલા પકડાયા તેનો બોસ છે. વધુ વિગતો મેળવવા પોલીસે વધુ રિમાન્ડની માગણી સાથે સોમવારે કઠોર કોર્ટમાં તેને રજૂ કર્યો હતો. 18મીએ સવારે 10:30 વાગ્યા સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.

નકસલવાદ ફેલાવવાનું સાહિત્ય તૈયાર કરનારા 62 વર્ષીય તુષાર ભટ્ટાચાર્ય પોલીસને દાદ આપતો નથી. પોલીસ તપાસમાં તુષાર એકનો બે થયો. એમજ 4 દિવસનાં રિમાન્ડ પૂરાં થતાં વધુ રિમાન્ડની માગ સાથે રજૂ કરાયો હતો. રિમાન્ડ રિજેક્ટ થાય તે માટે તુષાર ભટ્ટાચાર્ય માટે નાગપુરથી એક સિનિયર વકીલ આવ્યા હતા. તેમણે દલીલોનો મારો ચલાવ્યો હતો. સામા પક્ષે પોલીસે પણ તુષારની ભૂમિકા અંગે પુરાવા સાથે દલીલો કરી હતી.

કઠોર કોર્ટમાં રજૂ કરાતાં 18મીએ સવારે 10:30 સુધીનાં રિમાન્ડ

અન્ય સમાચારો પણ છે...