લડાઇમાં લાભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

જીલાની-પાલિયાપરનો નવો તાપી બ્રિજ બનીને તૈયાર છે, તેના પર સ્ટ્રીટ લાઈટ સિસ્ટમ મુકવા માટે પાલિકાના ઈલેક્ટ્રીક-મિકેનિક ખાતાએ ત્રણ ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા કરી ડિઝાઈન બદલવાના બખડજંતર કરતાં રહ્યાં તેમાં, ઈલેક્ટ્રીકલનું કામ કરતાં ક્રિષ્ના એજન્સી સાથેના ઈલેક્ટ્રીક-મિકે.ખાતાના અધિકારી વચ્ચેના વિવાદ ગરમાયો છે. ત્યારે જે રૂ. 1.65 કરોડનું ટેન્ડર હતું તે રૂ. 95 લાખમાં સોંપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થઈ છે. પાલિકાને વિવાદથી રૂપિયા 70 લાખ જેટલો લાભ થયો છે.!

જીલાની કોમ્પલેક્ષથી પાલિયા કોતર સુધીના બ્રિજ પર સ્ટ્રીટ લાઈટ સિસ્ટમ નાંખવાના કામમાં શરૂઆતમાં 5 ટેન્ડરરોએ ટેન્ડર ભર્યું હતું. પરંતુ ડોક્યુમેન્ટ ઓછા હોય ડિઝાઈન અંગેના કારણ આગળ ધરીને ટેન્ડર દફ્તરે કરી દેવામાં આવ્યા હતાં. જોકે, મામલે ક્રિષ્ના એજન્સીએ તમામ પુરાવાઓ કમિશનર સમક્ષ રજૂ કરતાં કમિશનર એમ. થેન્નારાસને વિજિલન્સ તપાસ સોંપી હતી. તેમાં, ઈલેક્ટ્રીકલ ખાતાના ત્રણ ડે.ઈજનેરોને શોકોઝ નોટીસ પણ ફટકારવામાં આવતાં વિવાદ ચગ્યો છે. અને ઈલેક્ટ્રિક ખાતાના અધિકારીઓ વિવાદમાં સપડાયા હતાં. સહિતના ઉતરતી કક્ષાના એલઈડી ફિટિંગ્સ સહિતના ઈલેક્ટ્રિક ખાતાના વિવાદો અંગે એસીબી તપાસ પણ ઉભી હોઈ આગામી દિવસોમાં પાલિકાની છબિ પર બટ્ટો લાગે તેમ છે.

વીજળી ખાતાના અધિકારી અને ટેન્ડરર વચ્ચે વિવાદમાં પાલિકાને 70 લાખનો લાભ

અન્ય સમાચારો પણ છે...