• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઉનની ઇકરા સ્કૂલમાં માન્યતા વગર સીબીએસઇના વર્ગો ચાલતા નોટિસ

ઉનની ઇકરા સ્કૂલમાં માન્યતા વગર સીબીએસઇના વર્ગો ચાલતા નોટિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનગામમાંઇકરા સ્કૂલમાં ગુજરાત બોર્ડની માન્યતા હોવા છતાં અંગ્રેજી માધ્યમમાં સીબીએસઇના વર્ગો ચાલતા હોવાનું ખૂલતાં ડીઇઓએ નોટીસ ફટકારી છે. શાળામાં અન્ય ઘણી ગેરરીતિ સામે આવી છે.

ઉનગામમાં દરગાહ રોડ પર આવેલી ચિસ્તી નિઝામી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઇકરા હાઇસ્કૂલમાં ડીઇઓની ટીમે વાર્ષિક નિરીક્ષણ હાથ ધરતાં ઘણી ગેરરીતિઓ સામે આવી હતી. જેમાં શાળાને ધો 1 થી 12માં ગુજરાત બોર્ડની માન્યતા હોવા છતાં અંગ્રેજી માધ્યમમાં સીબીએસઇના વર્ગો ચાલતા હોવાનું ધ્યાન પર આ‌વ્યું હતું. ગ્રાઉન્ડ ફલોર વત્તા ત્રણ માળના શાળા ભવનમાં બીજા અને ત્રીજા માળે કન્સ્ટ્રકશનનું કામ ચાલતું હતું. શાળામાં જીવન જરૂરિયાત પીવાના પાણીના પણ ઠેકાણા હતા. એટલું નહીં ટોઇલેટમાં સાથે વર્ગરૂમમાં પણ ગંદકીનું સામ્રાજ્ય હતું. ફાયર સેફટીની કોઇ સુવિદ્યા હતી. 100 રૂપિયા ખંખેરી ત્રણ વર્ષથી આઇકાર્ડ અપાયા હતા. રીશેષ પણ માત્ર 10 મિનિટની છે. નાની-નાની બાબતે વિદ્યાર્થીઓને મારમારવામાં આવે છે. શાળામાંથી પાઠ્યપુસ્તકો ખરીદવા વાલીઓને ફરજ પડાય છે. ઉપરાંત ઉન ચાર રસ્તા પર આવેલા એક શોપિંગ સેન્ટરમાં બીજા અને ત્રીજા માળે ઇકરા સ્કૂલ બ્રાંચના નામે માન્યતા વગર બીજી શાળા ચાલતી હતી. અહીં ધો. 1થી 6ના બાળકોને ભણાવાતા હતા. એક કલાસરૂમમાં ઘેટાબકરાની જેમ 84 બાળકોને બેસાડાતા હતા. બ્રાંચમાં કુલ 394 બાળકો અભ્યાસ કરતા હતા. શાળામાં ટયૂબલાઇટ પણ બંધ હાલતમાં હતી.

આઇ.ટી.આઇ.ના વર્ગો પણ ચાલતા હતા

ઉનગામમેઇન રોડ પર આવેલી ઇકરા હાઇસ્કૂલમાં આઇટીઆઇના વર્ગો પણ ચાલતા હોવાનું ધ્યાન પર આવ્યું છે. એટલું નહીં શાળામાં કોલેજના બોર્ડ પણ લગાડેલા હતા. ટૂંક સમયમાં અહીં કોલેજ શરૂ કરવાનું આયોજન હતું.

ડીઇઓની ટીમના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન અનેક ગેરરીતિઓ ઝડપાઈ

અન્ય સમાચારો પણ છે...