સિટી રિપોર્ટર | વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | વડોદરા

39વર્ષની વય પછી દોડવાની શરૂઆત કરનાર મહિલાએ 7 વર્ષના સમયમાં 16 હાફ મેરોથોન,2 અલ્ટ્રારન રેસ તથા 100 ડેઇઝ ઓફ રનિંગ ચેલેન્જ પૂરી કરીને મહિલાઓ માટે સંદેશો આપ્યો છે કે જીવનમાં કોઇ પણ ઉંમરે કોઇ પણ કામ કરી શકાય છે.

મેડિકલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર ડો.સોનિયા બર્વેએ 39 ની ઉમરે દોડવાની શરૂઆત કરી હતી. ઉમરે દોડવાની શરૂઆત કરવાના પગલે શરૂઆતમાં તેમને તકલીફ ઉભી થઇ હતી. સતત એકસ-રે કરાવવો પડતો હતો અને ડોકટરો પણ દોડવાની ના પાડતા હતા તેમ છતાં પણ દોડવાનું ચાલુ રાખ્યુ હતું તેમ ડો.સોનિયા બર્વેએ જણાવ્યું હતું. 39 વર્ષની ઉંમરે રનિંગ કરવાની શરૂઆત કરનાર મહિલા દોડવીરે જણાવ્યુ હતું કે મારા પતિ પણ તબીબ છે. મારા બે સંતાનો સાથે મારા વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ મારા પરિવાર અને મિત્રોના સહકારના કારણે રનિંગમાં અનેક સ્પર્ધાઓમાં સફળતા મેળવી છે. 7 વર્ષના સમયગાળામાં 21 કિમીની 16 જેટલી મેરોથોનમાં ભાગ લીધો છે જેમાં સુરતની હાફ મેરોથોનમાં વિજેતા બની હતી. ઉપરાંત માઉન્ટ આબુ,સાપુતારા જેવા પર્વતીય વિસ્તારોમાં પણ યોજાયેલી સ્પર્ધામાં ભાગ લીધો છે. પાવાગઢના 25 કિમીના રૂટ પર યોજાયેલી અલ્ટ્રારનમાં એક વાર પ્રથમ નંબર તથા બીજી વાર બીજા નંબરે વિજેતા બની હતી. વડોદરામાં યોજાયેલી ફુલ મેરોથોનમાં મહિલા કેટેગરીમાં પ્રથમ નંબરે વિજેતા બની હતી.

100 ડેઇઝ ઓફ રનિંગ ચેલેન્જ પૂરી કરીને મહિલાઓ માટે સંદેશો આપ્યો

48 વર્ષીય મહિલા 832 કિમી દોડની ચેલેન્જ જીતી

સતત 12 કલાક દોડમાં પણ જીત્યાં

કમાટીબાગમાંસતત 12 કલાક સુધી દોડવાની યોજાતી સ્પર્ધામાં 70 થી 74 કિમી જેટલું દોડીને ઇવેન્ટમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. બે વર્ષ પહેલાં દોડીતી વખતે સ્ટ્રેસ ફેકટર પણ થયું હતું જેના પગલે મહિના સુધી પાટો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...