તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડ્રોન કેમેરા સંવેદનશીલ વિસ્તારો પર વોચ રાખશે

ડ્રોન કેમેરા સંવેદનશીલ વિસ્તારો પર વોચ રાખશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસર્જનમાં પાણી છોડવા CMની ધરાર ના

શહેરમાંપહેલી વખત વિસર્જન માટે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં થોડું પણ પાણી નહીં છોડવા નિર્ણય લેવામાં આવ્યો છે. ગણેશ ઉત્સવ સમિતિ અને સંતોએ બુધવારે મુખ્યમંત્રીને 70 હજાર ક્યુસેક્સ પાણી છોડવા રજૂઆત કરી હતી, પરંતુ પાણીની કટોકટીનું કારણ આગળ ધરીને તેમણે પાણી છોડવા માટે ધરાર ના પાડી દેતાં એકતરફ ગણેશ મંડળો હતાશ થઈ ગયા છે તો વિસર્જનને લઈને ગણેશ ઉત્સવ સમિતિ ચિંતામાં મુકાઈ ગઈ છે.

શહેરમાં 60 હજાર જેટલી ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. તમામ પ્રતિમાઓનું વિસર્જન તાપી નદીમાં થશે. આવા સંજોગોમાં નદીમાં જો પાણી હોય તો સર્જનહારના વિસર્જન માટે હાલત ખરાબ થઈ જશે. જ્યારે ભરપૂર પાણી છોડાતું હોય છે ત્યારે પણ જો પ્રતિમાઓ બહાર નીકળીને રઝળતી થઈ જાય છે તો વખતે શું થશે બાબતે ભક્તોમાં ભારે ચિંતાનો માહોલ છે. પાણી છોડવા માટે ગુરુવારે ગણેશ ઉત્સવ સમિતિ સાથે સંતોએ મળીને મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સમક્ષ 70 હજાર ક્યુસેક્સ પાણી છોડવાની રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ વર્ષે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી પણ 6 ફૂટ નીચી હોવાથી તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેથી ગણેશ ઉત્સવ સમિતિ અને સંતોએ નિરાશ થઈને પાછા ફરવું પડ્યું હતું.

ચૌદશની ભરતીનાંં પાણી સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી તાપીમાં રહેશે, વિસર્જન વહેલંુ આટોપવા મંડળોને અપીલ

GPCB તાપીપ્રદૂષણ ચેક કરશે

નદીમાંહજારોની સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થતું હોય છે જેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગુરુવારે શહેરના વિવિધ ઓવારાઓ પરથી પાણીનાં સેમ્પલ લેશે. વિસર્જન પહેલાં, વિસર્જન વખતે સાંજે અને વિસર્જન પછી એમ ત્રણ તબક્કામાં સેમ્પલો લેવાશે. ત્યાર પછી નદીના પ્રદૂષણની માત્રા ચેક કરાશે.

મોટી પ્રતિમા ડુમસ લઈ જવાશે

તાપીનદીમાં પાણી નહીં છોડવાને કારણે વિસર્જનમાં અનેક સમસ્યા આવશે. જેથી 4 ફૂટથી મોટી પ્રતિમાઓને વિસર્જન માટે મગદલ્લા અને ડુમસ ખાતે લઈ જવાશે. પ્રતિમાઓ ડુમસ તરફ જવાથી ત્યાં અવ્યવસ્થા સર્જવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

ડેમની સપાટી માત્ર 334 ફૂટ

મુખ્યમંત્રીએજણાવ્યું હતું કે વર્ષે ખાસ વરસાદ નહીં હોવાથી ડેમની સપાટી 345ની જગ્યાએ માત્ર 334 ફૂટ છે. આવા સંજોગોમાં આટલું પાણી છોડવામાં આવે તો ખેતીની 1 લાખ હેક્ટર જમીનને નુકસાન થઈ શકે છે. આટલું પાણી 1 લાખ હેક્ટર જમીન પર ખેતી માટે વાપરી શકાય છે.

ઉકાઈ ડેમમાં પાણીના સ્તરમાં 11 ફૂટની ઘટ હોવાનું કારણ, 1 લાખ હેક્ટર ખેતરોને અસર પહોંચી શકે

સમિતિ-સંતોનો ફેરો ફોગટ, આજે વિઘ્નહર્તાની વિદાયમાં માર્ગો પર માનવ કીડિયારું ઉમટશે

{ 5IG-DIG{ 13ડી.સી.પી.{ 21એ.સી.પી{ 67પી.આઈ.{ 180પી.એસ.આઈ{ 2978પોલીસજવાન { 144મહીલાપોલીસ { 3850હોમગાર્ડ{ 150જી.આર.ડી.{ 14SRPકંપની { 2BSFકંપની { 2RAFકંપની

કૃત્રિમ તળાવમાં વિસર્જનની સંખ્યા વધવાની શક્યતા

સુરત |પાણી નહીં છોડવાના નિર્ણયથી પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવમાં ગણેશ પ્રતિમાનુ વધુ વિસર્જન કરવામાં આવે તેવી શકયતા રહેલી છે. કારણ કે ગત વર્ષે પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવમાં નાની મોટી મળીને 20 હજારથી વધુ પ્રતિમાનુ વિસર્જન કરવામાં આવ્યુ હતુ. જ્યારે વર્ષે તે સંખ્યામાં વધારો થવાની શકયતા રહેલી છે. તેના માટે ઉકાઇમાંથી પાણી છોડવામાં નહીં આવે અને પ્રતિમા રઝળે નહીં તેને ધ્યાને રાખીને લોકો કૃત્રિમ તળાવ પર પ્રતિમા વધુ સંખ્યામાં વિસર્જન કરે તેમ છે.

18

બોટ 16 ઓવારા પર પેટ્રોલિંગ માટે

125

સીસી ટીવી કેમેરા 40 લોકેશન પર નજર રાખશે

01

નેત્ર ડ્રોન કેમેરાથી વોચ

કેટલું પોલીસ બળ ખડકાયું

વિઘ્નહર્તાનું વિસર્જન નિર્વિઘ્ને પાર પાડવા શહેર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત

શાંતિપૂર્ણ માહોલ જાળવવા અપીલ

^વિસર્જનમાટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો હતો. શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિદાય લે તે માટે શહેરની જનતા અને ગણેશ મંડળોને અપીલ કરી છે. > ગણેશઉત્સવ સમિતિ, સુરતશહેર

ભરતીનાંં પાણીનો લાભ લેવો જોઇએ

^સવારથીસાંજે 4 વાગ્યા સુધી ભરતીનાં પાણી તાપીમાં જોવા મળશે. વિસર્જન સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધીમાં કરવું યોગ્ય છે.જ્યારે રાત્રે 11 વાગ્યે પાછી ભરતી આવશે. > નરસિંહભાઈખલાસી, સાગરખેડૂ-ભીમપોર

4 વાગ્યા સુધીમાં વિસર્જન કરી નાખવું

^શહેરનામંડળોને અપીલ કરી છે કે ગણેશજીનું વિસર્જન બપોરે 12થી 4ની વચ્ચે કરી લેવું. સમયે ભરતીનાંં પાણી હોવાથી વિસર્જન માટે સરળતા રહેશે. સાથે પ્રતિમાઓનું વિસર્જન સારી રીતે થઈ શકશે. > કે.રાજેશ, ઇનચાર્જકલેક્ટર

40 ઓવારે વિસર્જન સ્વયંસેવકોનો વીમો

શહેરનાં40 ઓવારે વિસર્જન કરાય છે. સ્વયંસેવકો સાથે કોઇ ર્દુઘટના સર્જાવાની શક્યતા જોતાં તકેદારીના પગલાંરૂપે સેવકોના વીમા પણ જે તે મંડળ કે સમાજે લીધા છે. છેલ્લા 2 વર્ષથી પ્રકારે અગમચેતીનાં પગલાં લેવાઈ રહ્યા છે.

સંસ્થાઓએ કરી નાસ્તા-પાણીની વ્યવસ્થા

વિસર્જનનાદિવસે રસ્તા પર લાખો લોકો ઉમટી પડે છે ત્યારે શહેરની ઘણી સેવાભાવી સંસ્થાઓએ સવારથી મોડી રાત સુધી નાવડી અને ડક્કા ઓવારે નિ:શુલ્ક નાસ્તા તથા પાણીનાં પાઉચ, છાશ તથા શરબત જેવા ઠંડાપીણાંની પણ વ્યવસ્થા કરી છે.

નાના વરાછાના રામજી ઓવારા સહિત શહેરના 40 જેટલા ઓવારા પર વિસર્જનની પૂર્વ તૈયારીને આખરી ઓપ અપાયો . તસવીર- મનોજ તેરૈયા

અન્ય સમાચારો પણ છે...