સિટી ઇવેન્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેલ મહાકુંભમાં હવે બોક્સિંગ, વેઇટ લિફ્ટીંગ પણ રમાડાશે


રાજ્યનાખેલાડીઓને વિવિધ રમત માટે પ્લેટફોર્મ મળે તે માટે સુરત મહાનગર પાલિકા, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે વર્ષે નવી ચાર રમતોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે સીધી રાજ્ય કક્ષાએ યોજાશે. ખેલમહાકુંભમાં કુલ 30 રમતો રમાડવામાં આ‌વશે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.

ખેલ મહાકુંભ સૌથી પહેલાં ઝોન કક્ષાએ ચાલુ થશે. ત્યાર બાદ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ યોજાશે. ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન 15મી સપ્ટેમ્બર સુધી કરાવી શકાશે. અત્યાર સુધીમાં સુરત સિટીમાં67 હજાર ખેલાડીઓએ અને ગ્રામ્યમાં 35 હજાર ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે.

ખેલ મહાકુંભમાં ગયા વર્ષે દિવ્યાંગો માટે ખાસ નવી રમત રાખવામાં આવી હતી. વર્ષે પણ દિવ્યાંગો માટે અલગ-અલગ રમત રાખવામાં આવી છે પણ સાથે નવી 4 રમતોનો ઉમેરો કરવામાં આવ્યો છે. વેઈટ લિફ્ટિંગ, ફેન્સિંગ, મલખંભ અને બોક્સિંગ રમતનો વધારો કરવામાં આવ્યો છે. જો કે, ચારેય નવી રમતોની સ્પર્ધા સીધી રાજ્ય કક્ષાએ યોજાશે. જેમાં શહેર કે જીલ્લા કક્ષાનાં લેવલ પાર પાડવાનાં રહેશે નહીં.
અન્ય સમાચારો પણ છે...