• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |વર્ષ 2013માં પાલિકાએ ત્રીજી શ્રેણી કલાર્કની ભરતી કરવા માટે

સુરત |વર્ષ 2013માં પાલિકાએ ત્રીજી શ્રેણી કલાર્કની ભરતી કરવા માટે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |વર્ષ 2013માં પાલિકાએ ત્રીજી શ્રેણી કલાર્કની ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડી હતી. તેમાં હજુ સુધી કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા બાકી હોવાના લીધે છેલ્લા ત્રણ વર્ષથી કલાર્કની ભરતી કરવામાં આવતી નથી. અગાઉ કલાર્કની ભરતી માટે જરૂરી એવી કોમ્પ્યુટરની પરીક્ષા લેવાનુ નક્કી કરવામાં આવ્યા બાદ છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી. જ્યારે આગામી 24 સપ્ટેમ્બરના રોજ કોમ્પ્યુટરની પરીક્ષા લેવા માટેની તારીખ જીટીયુએ આપી દીધી હોવાથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. પરીક્ષાનુ પરિણામ આવ્યા બાદ 15 દિવસમાં પાસ થયેલા ઉમેદવારોને કલાર્ક તરીકે નિમણૂંક આપવાના ઓર્ડર આપી દેવાશે.

પાલિકા | કલાર્કની ભરતી માટેની પરીક્ષા પાલિકા 24 સપ્ટેમ્બરે લેશે

અન્ય સમાચારો પણ છે...