તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગણદેવી નગરમાં નીકળેલી ચંપાબેનની અંતિમયાત્રામાં ગામેગામેથી લોકો ઉમટ્યા

ગણદેવી નગરમાં નીકળેલી ચંપાબેનની અંતિમયાત્રામાં ગામેગામેથી લોકો ઉમટ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરનાથયાત્રાએ ગયેલી વલસાડની બસ પર આતંકીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ગણદેવીના 56 વર્ષના ચંપાબેન રમણભાઈ પ્રજાપતિનુ પણ મૃત્યુ થયું હતું. ચંપાબેનનો મૃતદેહ સુરત એરપોર્ટથી ગણદેવી બપોરે 3 વાગ્યે આવી પહોંચતા હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ, માજી મંત્રીઓ મંગુભાઈ પટેલ, કરસનભાઈ પટેલ, દંડક આર.સી. પટેલ, ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ વગેરેએ પુષ્પાંજલી આપી હતી. નગરના મુસ્લિમ બિરાદરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આતંકીઓ દ્વારા કરાતા હુમલાઓ અને નિર્દોષના જતી જાનને દુ:ખદ લેખાવી પણ બનાવને એકીઅવાજે સૌએ વખોડ્યો હતો.

સોમવારે રાત્રે 9 વાગ્યાના સુમારે સમાચારો વહેતા થતા ધીમે ધીમે ગુજરાતના અને દક્ષિણ ગુજરાતની વલસાડની બસ પર હુમલો થયાના સમાચારને પગલે પરિવારને શંકા જતા પરિવારના સૌએ રાત્રે ફોન પર ચંપાબેનનો સંપર્ક સાંધવાનો કરેલો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો. જ્યારે રાત્રે 1.30 વાગ્યે ગણદેવી પોલીસે આવી ઘટનાની જાણ કરતા પરિવારને જાણ થઈ હોવાનું રમણભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.

ગણદેવી નદી કુંભારવાડ અને સમગ્ર ગણદેવી અને વિસ્તારમાં વાયુવેગે સમાચાર ફેલાય ગયા હતા. મૃતકને શ્રદ્ધાંજલી આપવા સરકારના પ્રતિનિધિરૂપે ઈશ્વરસિંહે જણાવ્યું કે હુમલો ચંપાબેન પર નહીં રાષ્ટ્ર પર છે. ચંપાબેનના પરિવાર સાથે સમગ્ર રાષ્ટ્ર છે. નગરની શાળાએ આજે શિક્ષણ કાર્ય સ્થગિત રાખી શ્રદ્ધાંજલી આપી હતી. ચંપાબેનના નદી મહોલ્લા સ્થિત નિવાસથી નીકળેલી અંતિમયાત્રામાં અનેકો જોડાયા હતો.

ચંપાબેનના માતાજી પાર્વતીબેન પ્રજાપતિ 1996માં અમરનાથ યાત્રાએ એમના કાકાસસરા શંકરભાઈ પ્રજાપતિ અને અન્યો સાથે બાબાના દર્શના અર્થે ગયા હતા. વર્ષે આતંકીઓના હુમલામાં શંકરભાઈ ઘવાયા હતા અને ત્યાં બાદમાં મૃત્યુ પામ્યા હતા. લશ્કરની જીપમાં શંકરભાઇનો મૃતદેહ લવાઈ રહ્યો હતો ત્યારે જીપ વરસાદી પાણીમાં ફસાય હતી અને મૃતદેહને ચોથા દિવસે ત્યાં ઉપસ્થિત સૌ પરિવારજનોએ અગ્નિદાહ દીધો હતો. અગ્નિદાહ દીધા બાદ પાર્વતીબેનને પણ અચાનક હૃદયરોગનો હુમલો પહેલગામથી આવ્યો હતો અને તેઓ પણ ત્યાં મૃત્યુ પામ્યા હતા.

યાત્રામાં જવા પતિએ ના કહીં છતાં તેઓ ગયા

ચંપાબેન ગત વર્ષે પણ અમરનાથ જવા માગતા હતા. વર્ષે તેમણે તેમના પતિ રમણભાઈને ઈચ્છા વ્યક્ત કરી ત્યારે રમણભાઈએ રંગબાબાની ના છે અને રમણભાઈએ એમ પણ કહ્યું કે એમની પાસે બેંકમાં બેલેન્સ પણ નથી. આવતા વર્ષે સાથે જઈશું પરંતુ ચંપાબેને પોતાની બચાવેલી બચતમાંથી પૈસા ઉપાડ્યા અને યાત્રાએ ગયા હતા એવું પતિ રમણભાઈએ જણાવ્યું હતું.

માતાજીનું મૃત્ય પણ અમરનાથમાં થયું હતું

ગણદેવીમાં ચંપાબેનનો મૃતદેહ આવી પહોંચ્યો ત્યારે લોકો ઉમટી પડ્યા હતા.

અમરનાથ યાત્રા દરમિયાન આતંકી હુમલામાં ગણદેવીની મહિલાનું મોત

અન્ય સમાચારો પણ છે...