તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરેકની આંખોમાં આતંકવાદ સામે ગુસ્સો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં પાંચ પુત્રીએ માતાના મૃતદેહને અગ્નિદાહ આપ્યો

ધાણીફૂટ ગોળીબારથી બસમાં આગ લાગશે એવું લાગ્યું : ભાવનાબેન

વલસાડનાં મહિલાનો મૃતદેહ આવતાં શહેરમાં ઉચાટભર્યું વાતાવરણ

વાપીના યુવકનું ગોળીથી મોત, પત્નીની હાલત ગંભીર

મારા પતિને ફરી અમરનાથ યાત્રાએ મોકલીશ - સંજીદા

મારાપતિએ અનેક હિન્દુઓના જીવ બચાવ્યા છે. જેના પર મને ગર્વ છે. ભલે અમરનાથની યાત્રામાં આતંકવાદી હુમલા થાય, પરંતુ હજુ પણ હું મારા પતિને અમરનાથની યાત્રા પર મોકલીશ. એવું ડ્રાઇવર સલિમના પત્નીએ જણાવ્યું હતુ.

વલસાડની બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે બસના ડ્રાઇવર સલિમ અને હર્ષે વિના ડરે બસને હંકારી દીધી હતી. જેના કારણે બસમાં સવાર 45 જેટલા મુસાફરોના જીવ બચી ગયા હતા. ત્યારે પ્રસંગે વલસાડમાં રહેતા મહારાષ્ટ્રના મુસ્લિમ ડ્રાઇવર સલિમ શેખના પરિવારે તેમના પર ગર્વ વ્યક્ત કર્યો હતો.

સલિમની માતા રઝિયાબેન શેખે જણાવ્યું કે, મારો પુત્ર છેલ્લા 7 વર્ષથી અમરનાથની યાત્રાએ જાય છે. હજુ પણ જશે. તેણે અનેક યાત્રાળુઓના જીવ બચાવ્યા છે. જેના કારણે મને મારા પુત્ર પર ગર્વ છે.

સલિમના પિતા ગફૂરભાઇએ જણાવ્યું કે, ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતાથી રહે છે અને એક બીજાની મદદ માટે તત્પર છે. જેઓ બંને વચ્ચે કોમના નામે ભાગલા પાડે છે તેઓ ગદ્દાર છે.

અમરનાથ યાત્રા પરના હુમલાના મૃતકોની યાદી

1.રતનભાઈ પટેલ(વલસાડ)

2. લક્ષ્મીબેન શંકરભાઈ પટેલ(વલસાડ)

3. સુરેખાબેન ઉદવાડા(વલસાડ)

4. ઉષાબેન મોહનભાઈ સોમકર(દહાણું)

5. નિર્મલાબેન ઠાકુર(દહાણું)

6. ચંપાબેન પ્રજાપતિ (ગણદેવી, નવસારી)

7. સુમિત્રાબેન મોહનભાઈ (જહાંગીરપુરા, સુરત)

સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા ઇજાગ્રસ્તની યાદી

1.મુકેશ વિઠ્ઠલભાઈ પટેલ, આઈસીયુમાં (વલસાડ)

2. યશવંત નાથુભાઈ ડોંગરા (દહાણુ)

3. યોગીતાબેન યશવંતભાઈ ડોંગરે (દહાણુ)

4. મયુરીબેન રાજેશભાઈ પ્રજાપતિ (દમન, ખારીવાડ)

5. રાજેશ નવલાભાઈ પ્રજાપતિ (દમન, ખારીવાડ)

6.પ્રેમાભાઈ ગોપાલભાઈ પટેલ (વાપી)

7. રમેશભાઈ ગણુભાઈ પટેલ (વલસાડ)

અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલામાં ગણદેવીના 56 વર્ષના ચંપાબેન રમણભાઈ પ્રજાપતિનુ પણ મૃત્યુ થયું હતું. ચંપાબેનના પતિએ પૈસાના અભાવે વર્ષે અમરનાથની યાત્રાએ જવા ના પાડી હતી, પરંતુ ચંપાબેન પોતાની બચતના પૈસા ઉપાડીને અમરનાથ યાત્રાએ ગયા હતા. ચંપાબેનના માતાનું પણ અમરનાથમાં મૃત્યુ થયું હતું.

ગણદેવીના ચંપાબેનની અંતિમયાત્રામાં ગામ ઉમટ્યું

આતંકી હુમલાનો ભોગ બનેલી બસના યાત્રી રેંટલાવના ભાવનાબેન રાજેન્દ્રભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, કલ્પના કરી શકાય તેવી ઘટના બની હતી. ધાણીફૂટ ગોળીબારના કારણે તણખલા ઉડયા હતાં. ગોળીબારના કારણે બસમાં આગ લાગી જશે એવું લાગ્યું હતું, પરંતુ ડ્રાઇવરની સમયસુચક્તાને કારણે આંતકવાદીઓને હાવી થવા દીધા હતાં. આંતકવાદી હુમલા સમયે પ્રવાસીઓ લોહી લુહાણ બન્યાં હતાં. આર્મી કેમ્પમાં પહોંચતાં રાહત મળી ગઇ હતી. ડ્રાઇવર બસને ખેંચી જાય તો શું બનાવ બન્યો હોત તે આપણે સૌ સમજી શકીએ છીએ. અમરનાથાત્રા પર પ્રકારના હુમલા થવા જોઇએ.

માત્ર ગોળીની ગુંજ સંભળાઇ હતી : મીનાક્ષીબેન દેસાઇ

રેંટલાવના મિનાક્ષીબેન દેસાઇએ જણાવ્યું હતું કે અમરનાથના દર્શન બાદ પરત ફરતી વખતે બસ બગડી હતી. જેના કારણે બે કલાકથી વધુ સમય બગડયો હતો. બસના ડ્રાઇવર સલીમને પ્રથમ ગોળી વાગી હતી. પછી માત્ર ગોળીની ગુંજ સંભળાઇ હતી. સલીમ ડ્રાઇવરના કારણે અમારા બધાના જીવ બચી ગયાં છે. આર્મી કેમ્પમાં સારો સહકાર મળ્યો છે. તમામ પુરતી મદદ મળી હતી.

ભારતીય સેનાના જવાનો સાથે રેંટલાવના સુરેખા બેને પડાવેલી છેલ્લી તસ્વીર

વાપી |અમરનાથ પર થયેલા હુમલામાં સૌથી વધારે લોકો વલસાડ જિલ્લાના છે. જેમાં ઉદવાડા સ્થિત રેંટલાવના સુરેખાબેન પટેલનો પણ સમાવેશ થાય છે. સુરેખાબેન પટેલ હાઉસ વાઇફ છે. અમરનાથની યાત્રાએ ગયેલા સુરેખા બેન પટેલે તેમના મોબાઇલથી છેલ્લી તસ્વીરો પાડી હતી, જે તેમણે તેમનાં સ્વજનનોને મોકલી હતી. જમ્મુ -કાશ્મીરના જવાનો સાથે સેલ્ફી લેતાં સુરેખાબેન નજરે પડે છે. તેમણે યાત્રા દરમિયાન આર્મી જવાનો સાથે ઉત્સાહભેર ફોટા પડાવ્યા હતા. તેના બીજા દિવસે થયેલા આતંકવાદીના હુમલામાં તેમનું મોત થયું છે. તેમની છેલ્લી તસ્વીર વોટસઅપમાં ફરતી થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...