તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બિલ્ડર 90 મીટરનો પ્લોટ પાલિકા પાસે અદલાબદલી કરી નાણાં ડબલ કરશે

બિલ્ડર 90 મીટરનો પ્લોટ પાલિકા પાસે અદલાબદલી કરી નાણાં ડબલ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિલ્ડરને ફાયદો કરાવવા પાલિકાનો ટાઉન પ્લાનિંગ વિભાગ કેટલી હદે બિલ્ડરની પગચંપી કરે છે તેનો બેનમૂન કિસ્સો બહાર આવ્યો છે. ટીપી 32માં પ્લોટની અદલાબદલી કરવાની જે વિવાદાસ્પદ દરખાસ્ત સ્થાયીમાં મંજૂરી માટે રજુ કરાઈ તે ટીપી ફાઈનલ થઇ ગઇ છે. છતાં પ્લોટ અદલા બદલી કરવાની મંજૂરી માંગી છે. તેમાં એવી પણ હકીકત બહાર આવી છે કે બિલ્ડર લો રાઇઝ બનાવે તો 4થી 6 માળ બનાવી શકે જ્યારે હાઇરાઇઝમાં 18થી 20 માળ બનાવી શકે તેમ છે. આમ, બિલ્ડરે રોકેલા નાણા બમણાં કરવા સમગ્ર ખેલ ઘડાયો છે.

40 મી.ની બિલ્ડિંગ બનાવવા કારસો

MLAના ઇશારે ખેલ

પાલિકામાંપદાધિકારી રહી ચુકેલા અને હાલના ધારાસભ્યના ઇશારે ટીપી 32માં પ્લોટ અદલા બદલીની વિવાદાસ્પદ દરખાસ્ત સ્થાયીમાં રજુ થઈ છે. જેથી બિલ્ડરે ધારાસભ્ય સાથે પણ મોટો વ્યવહાર કરવાની બાંહેધરી આપી હોવાની ચર્ચા છે.

તાબડતોબદરખાસ્ત

ટીપીવિભાગે બિલ્ડરની સાથે પોતાને પણ ફાયદો થાય તે માટે 3 વખત રજુઆત કરનાર બિલ્ડરને પ્લોટ અદલા બદલી કરી આપવા દરખાસ્ત તૈયાર કરીને સ્થાયીમાં મુકી પણ દીધી.

અન્ય સમાચારો પણ છે...