તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કોટલેન્ડની સ્કૂલમાં એક સાથે 14 ટ્વિન્સ ભણશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્કોટિશ કાઉન્સિલ વેસ્ટ ડનબાર્ટનશાયરની એક સ્કૂલમાં તાજેતરમાં 14 ટ્વિન્સે એડમિશન લીધું છે, જેને લઇને સ્ટુડન્ટ્સની સાથે સાથે ટીચર્સ પણ ખૂબ રોમાંચિત છે. એટકેન્બર પ્રાઇમરી સ્કૂલમાં ગયા ગુરુવારથી વર્ગો શરૂ થયા ત્યારે કાઉન્સિલના એજ્યુકેશનલ કન્વીનર કેરેન કોનેગને કહ્યું કે સ્કૂલનો પહેલો દિવસ દરેક બાળક માટે ખાસ હોય છે અને તે દિવસ સગા ભાઇ કે બહેન સાથે શૅર કરવા મળે તો તે બાબત વધુ ખૂબસૂરત બની જાય છે. હું સ્કૂલમાં નવા આવેલા સૌ બાળકોને શુભકામના પાઠવું છું. પ્રાઇમરી સ્કૂલના દિવસો આપણી જિંદગીના સૌથી વધુ મસ્તીના દિવસો હોય છે અને મને ખાતરી છે કે બધા બાળકો આ દિવસો એન્જોય કરશે.

સ્પિરિટ...કોમ્પિટિટિવ સ્પિરિટ પણ, એકબીજાના મદદગાર પણ
માત્ર ટીચર્સ જ નહીં, સ્ટુડન્ટ્સના પેરન્ટ્સ પણ એડમિશનને

લઇને ખૂબ એક્સાઇટેડ છે. ટ્વિન વિલિયમ અને જોનના

પિતાના કહેવા મુજબ આ કોઇ માઇલસ્ટોનથી કમ નથી.

આ દિવસ માત્ર બાળકો માટે જ નહીં, પેરન્ટ્સ માટે પણ

ખાસ છે. આ બન્નેનો જન્મ થયો હતો તે દિવસ મને આજે

પણ યાદ છે. એવું લાગે છે કે જાણે હજુ ગઇ કાલની જ વાત

છે. સમય કેટલો જલદી વીતી જાય છે. ટ્વિન્સ હોવાના

કારણે બન્ને ખૂબ કોમ્પિટિટિવ છે. એક કોઇ બાબતમાં

કમજોર હોય તો બીજો તે ઝડપથી શીખી લે છે અને તેના

ભાઇને શીખવે પણ છે.

અન્ય સમાચારો પણ છે...