તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કાપોદ્રામાં દિવસે તો સરથાણામાં રાત્રે કાર ચોરાઈ

કાપોદ્રામાં દિવસે તો સરથાણામાં રાત્રે કાર ચોરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાપોદ્રાઅને સરથાણા વિસ્તારમાં 24 કલાકમાં એક સાથે બે કારોની ચોરી થઈ છે.

કાપોદ્રા પોલીસ મથક પરથી પ્રાપ્ત વિગતો અનુસાર, નાના વરાછા સીમાડા નાકા પર બજરંગનગર સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ દેવશીભાઈ પરમાર ડ્રાઈવર કછે. 28મીએ બપોરે દોઢ વાગ્યાના અરસામાં વર્ના કાર ઘર પાસેથી ચોરી થઈ હતી. કાપોદ્રા પોલીસે ગુનો નોંધીને સીસીટીવી કેમેરા આધારે તપાસ શરૂ કરી છે.

સરથાણા પોલીસ મથક પરથી પ્રાપ્ત વિગતો અનુસાર, સરથાણા યોગીચોક સગુન રેસીડન્સીમાં રહેતા વિનુભાઈ નાનજીભાઈ ઠુમ્મર સામાજિક કામ માટે મિત્ર સાથે કારમાં વતન ગયા હતા. જ્યાંથી 27મી તારીખે રાત્રે ઘરે આવ્યા હતા. નવરાત્રિના ગરબા ચાલતા હોવાથી તેમણે કાર ઘર નજીક સગુન રેસીડન્સીની બહાર કાર પાર્ક કરી હતી. સવારે કાર જોવા મળતા તેમણે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વરાછા વિસ્તારમાં દિવાળી ટાણે કાર ચોરોનો ત્રાસ વધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...