તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • એક ફ્લેટ બે વાર વેચી ઠગાઇ કરનાર વેપારીની ધરપકડ

એક ફ્લેટ બે વાર વેચી ઠગાઇ કરનાર વેપારીની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અડાજણપાલ ખાતે સ્વસ્તિક વીલા એપાર્ટમેન્ટમાં શેરબજારના વેપારીએ બબ્બેવાર વેચાણ કરી લાખોની રકમ ખંખેરી લેતાં પોલીસમાં વેપારી અને તેની પત્ની સામે ઠગાઈનો ગુનો આપતાં વેપારીની સોમવારે ધરપકડ કરી હતી. પાલ ખાતે સ્વસ્તિક વીલા એપા.માં રહેતા વિનય મોદી અને તેની પત્ની ટ્વંીકલ વિનય મોદીએ જુલાઈમાં બોસ્કીબેન ચરખાવાલા અને મનોજ ચરખાવાલાને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. થોડા વખત પછી વેપારીએ પાછો ફલેટ હિતેશ નાયક અને તેના પિતાને વેચી રૂ.32.84 લાખની રકમ લીધી હતી. ફલેટની લોનના નાણા ભરવાની શરતે બોગસ સમજૂતી કરાર લખી આપ્યો હતો. અડાજણ પોલીસમાં હિતેશ નાયકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધીને શેરબજારનો ધંધો કરતા વિનયની ધરપકડ કરી હતી. તેની પત્ની ટ્વિંકલને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...