તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • RBIએ સ્કોબાને કહ્યું 10 10ના સિક્કા જોઇએ તો 20,000,00 લેવા પડશે

RBIએ સ્કોબાને કહ્યું 10-10ના સિક્કા જોઇએ તો 20,000,00 લેવા પડશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની નેશનલાઇઝ્ડ બેંકોની તિજોરીમાં પણ તળીયા દેખાવા લાગ્યા છે

આરબીઆઇદ્વારા શુક્રવારે 500ની નવી મર્યાદિત ચલણી નોટો કરન્સી ચેસ્ટને ફાળવ્યા બાદ ફરી કરન્સીનું એલોટમેન્ટ નહી આપતા શહેરની ખાનગી,નેશનલાઇઝ્ડ તેમજ કો.ઓપરેટીવ તમામ સેક્ટરની બેંકોની હાલત કફોડી બની છે. એ‌વામાં કરન્સીના અભાવે સ્ટેટ બેંકે છેવટે સોઇલ્ડ નોટોની ફાળવણી કો.ઓપરેટીવ સેક્ટરને કરવાની નોબત ઉભી થઇ હતી.

કરન્સી માટે કલબલાટ કરી રહેલા કો.ઓપરેટીવ સેક્ટરને નોટબંધી બાદથી સામાન્ય વર્ગની જેમ ક્યારેક આરબીઆઇ તો ક્યારેક શહેરની સ્ટેટ બેંકમાં લાઇનો લગાડવી પડે છે. છતાં જરૂરિયાત મુજબ કરન્સીની ફાળવણી નહી થતાં શહેર બહાર તેમજ ડિસ્ટ્રીક્ટની બેંકો પાસેથી કરન્સી માંગવી પડી રહી છે. એ‌વામાં શુક્રવારથી કરન્સી મેળવવાથી વંચિત રહેલું શહેરના કો.ઓપરેટીવ સેક્ટરની સોમવારે સ્ટેટ બેંક ડીજીએમ સાથે થયેલી મુલાકાત બાદ ગતરોજ આરબીઆઇના રીજનલ ડાયરેક્ટર જે.કે.દાસને મળવા જવાની નોબત ઉભી થઇ હતી.

હાલની પરિસ્થિતિ મુજબ શહેરની નેશનલાઇઝ્ડ બેંકોની તિજોરીમાં પણ તળીયા દેખાવા લાગ્યા છે. એવામાં સોમવારે 31 કો.ઓપરેટીવ બેંકને બેંકદીઠ 500ની નવી નોટનું બંડલ અર્થાત 50 હજારની ફાળવણી બાદ ગતરોજ કો.ઓપરેટીવ બેંકોને 100 રૂપિયાની સોઇલ્ડ નોટો અર્થાત જુની નોટોની ફાળવણી કરતાં નાની બેંકોના ભાગે 5 લાખ જ્યારે મોટી બેંકોના ભાગે 10 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. એવામાં બુધવારે સ્ટેટ બેંકના ખાતેદારોને રૂપિયા મળી શકે તે માટે મંગળવારે મોડી સાંજે આહવા-ડાંગથી કરન્સી મંગાવવામાં આવી હતી. જ્યારે બીજીતરફ આજે કો.ઓપરેટીવ સેક્ટરને કરન્સીના અભાવે રૂપિયા નહી આપવા સ્ટેટ બેંકે નક્કર ના પાડી દીધી હતી.એવામાં કરન્સી ફ્લોની માંગ સાથે આરબીઆઇને મળવા ગયેલા સ્કોબાના પ્રતિનિધિ મંડળ સાથે પણ ઘોર મજાક સમાન 10 રૂપિયાના 2 કરોડના સિક્કા લેવાની ઓફર કરી દેવાઇ હતી.

RBI સમક્ષ માંગણી

પ્રતિનિધિ મંડળ

{ કો.ઓપરેટીવ સેક્ટર માટે કેશફ્લો વધારવાની માંગ

{ સ્ટેટ બેંક તરફથી વઘારાના મળે તેમજ જુની નોટોનો ફ્લો ઘટે તે માટેની વ્યવસ્થા

{ શિડ્યુલ બનાવી કો.ઓપરેટીવ સેક્ટરને કરાયેલી માંગ

{ કો.ઓપરેટીવ સેક્ટરના ખાતેદારોએ અન્ય બેંકોના એટીએમમાંથી રૂપિયા ઉપાડતી વખતે બેંકોએ ચૂકવવો પડતો ટ્રાન્ઝેકશન ચાર્જમાંથી મુકિત

{ શરદ કાપડીયા(સ્કોબા સેક્રેટરી)

{ કાનજી ભાલાળા(ધી વરાછા કો.ઓપરેટીવ બેકના ચેરમેન)

{ ગૌતમ વ્યાસ(બારડોલી નાગરિક કો.ઓ.બેંક ચેરમેન)

{ જયના ભક્તા(સર્વોદય સહકારી બેંકના ડિરેક્ટર)

{ દેવાંગ ચોક્સી(સ્કોબા ઓનનરી ટ્રેઝર્ર અને નેશનલ કો.ઓ.બેંક ચેરમેન)

બેંકોએ ડિપોઝીટ વ્યાજમુક્ત RBIમાં જમા કરાવવી પડશે

હાલસુધી બેંકોએ પોતાના કુલ સેલ્સ અર્થાત ડિપોઝિટની 4 ટકા જેટલી રકમ આરબીઆઇને વ્યાજમુક્ત રૂપે જમા કરાવવી પડતી હતી.બેંકિંગ ક્ષેત્રના એક્સપર્ટ જતિન નાયક સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે એક દિવસ પહેલાં આરબીઆઈએ રજૂ કરેલા નવા નોટિફિકેશન મુજબ 16 સપ્ટે થી 12 નવેમ્બર વચ્ચે બેંકોને મળેલી કુલ ડિપોઝીટ 100 ટકા વ્યાજમુક્ત રૂપે આરબીઆઈમાં જમા કરાવી પડશે. જેના કારણે સેવિંગ્ઝ ખાતેદારોને ચૂકવાતા વ્યાજથી બેંકોને મોટું નુકશાન થશે.

અમારી બેંકે વ્યવહાર દીઠ રૂ. 25 ટ્રાન્ઝેક્શન ચાર્જ આપવો પડે છે

^કો.ઓપરેટીવ બેંકોનું જે-તે બેંકો સાથે લિંક છે તેની યાદી પણ અમે આરબીઆઇને સુપરત કરીશું સાથે કો.ઓપરેટીવ બેંકના ખાતેદારોને અન્ય એટીએમ મારફતે રૂપિયા વિથ્ડ્રો કરતાં અમારી બેંકે વ્યવહાર દીઠ 25 રૂપિયા ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડી રહ્યો છે. જેની રજુઆત એનપીસીઆઇ અને આરબીઆઇ મુંબઇને કરીશું. > શરદકાપડીયા,સ્કોબા સેક્રેટરી

આશ્ચર્ય | રૂપિયાના અભાવે સોઇલ્ડ નોટો કો.ઓપરેટીવ બેંકના ફાળે આવી

અન્ય સમાચારો પણ છે...