તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મ્યુનિ.ની ટેક્સની આવકમાં અમદાવાદ બીજે, સુરત ત્રીજે

મ્યુનિ.ની ટેક્સની આવકમાં અમદાવાદ બીજે, સુરત ત્રીજે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનનો વેરો ભરવા માટે જૂની 500 અને 1000ની નોટો આપવાની પરવાનગી આપતાં ગુજરાતની સુરત નગરપાલિકાની આવક 2314 ટકા અને રાજકોટ નગરપાલિકાની આવકમાં 1275 ટકાનો ઉછાળો નોંધાયો છે. દેશની સૌથી વધુ આવક મેળવનારી નગરપાલિકાઓમાં સુરતને ત્રીજું અને રાજકોટને પાંચમું સ્થાન મળ્યું છે. યાદીમાં હૈદરાબાદ નગરપાલિકા ટોચના સ્થાને રહી છે. છેલ્લાં ત્રણ અઠવાડિયામાં તેની આવકમાં 2500 ટકાનો વધારો થયો છે. નવેમ્બરમાં હૈદરાબાદ નગરપાલિકાની આવક રૂ. 1722 કરોડની થઈ છે. જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ. 489 કરોડની થઈ હતી.

નાણા મંત્રાલયના અંદાજ અનુસાર નગર પાલિકાઓની વિવિધ ટેક્સ વસૂલીમાં 225 ટકાનો ઉછાળો આવ્યો છે. અમદાવાદ બીજા ક્રમે છે તેની આવક રૂ. 187 કરોડની થઈ છે. સુરતની આવક રૂ. 173 કરોડ અને કલ્યાણની આવક રૂ. 170 કરોડ

...અનુસંધાન પાનાં નં.10

જ્યારે મુંબઈની આવક રૂ. 167 કરોડની થઈ છે.

...અનુસંધાન પાનાં નં.13ઉલ્લેખનીય છે કે 1000 અને 500ની નોટો ચલણમાંથી રદ થયા બાદ સરકારે તેનો ઉપયોગ નગરપાલિકાઓના વેરા ભરવા માટેની પરવાનગી આપી હતી. ઉપરાંત પેટ્રોલ ભરાવવા માટે પણ જૂની નોટોનો ઉપયોગ કરવાની પરવાનગી સરકારે આપી હતી.

ઉત્તર દિલ્હીની નગરપાલિકાની આવકમાં 2434 ટકાનો અને દક્ષિણ દિલ્હીની નગરપાલિકાની આવકમાં 2037 ટકાનો વધારો નોંધાયો છે. ખરા અર્થમાં રોકડ પ્રવાહની દૃષ્ટિએ હૈદરાબાદે રૂ. 206 કરોડની આવક કરી છે.

નોટબંધી પછી દેશની મહાપાલિકાઓની ટેક્સની આવક વધી, હૈદરાબાદ 1722 કરોડ સાથે ટોચના ક્રમે

અન્ય સમાચારો પણ છે...