તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કનકપુર કનસાડમાં ભાજપના વિજય બાદ સમર્થકે હવામાં ફાયરિંગ કર્યુ

કનકપુર-કનસાડમાં ભાજપના વિજય બાદ સમર્થકે હવામાં ફાયરિંગ કર્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કનકપુર-કનસાડમાંભાજપના એક ઉમેદવારની જીતની ખુશીમાં નિકળેલી રેલીમાં ભાજપના એક સભ્ય દ્વારા હવામાં ફાયરીંગ કરાયું હોવાનું બહાર આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે પોલીસની તપાસમાં એરગન દ્વારા ફાયરીંગ કરાયું હોવાનું બહાર આવતાં સચિન પોલીસે તપાસ હાથ ધરી છે.

સચિન કનકપુર-કનસાડની ચૂંટણીમાં ભાજપની જીત થતાં ભાજપના કેટલાક સભ્યો જીતના ઉન્માદમાં ...અનુસંધાન પાનાં નં.10

છકી ગયા હતા. વોર્ડ નંબર 5ના ઉમેદવાર હિતેન્દ્રસિંહ જાડેજાની જીત જાહેર થયા બાદ તેમના સમર્થકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં ભાજપના સભ્ય મેહુલ નામદેવ પાટીલ(રહે. વૃંદાવન સોસાયટી, કનકપુર-કનસાડ, સચિન)એ રાયફલ વડે ફાયરિંગ કરતાં રેલીમાં જોડાયેલા લોકો ચોંકી ઉઠ્યા હતા. રેલીમાં કોઈક યુવકે ફાયરિંગ કર્યું હોવાની જાણ થતાં સચિન પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. રેલીના સ્થળે દોડી ગયેલી સચિન પોલીસે મેહુલ પાસેથી ગન કબજે કરી તપાસ શરૂ કરતાં તેણે એરગન વડે ફાયરિંગ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે બનાવની નોંધ કરી હતી અને તેને જવા દીધો હતો. મેહુલ પાટીલ દ્વારા કરાયેલા ફાયરિંગનો વિડીયો વાયરલ થતાં મુદ્દો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

પોલીસ આવતાં ભાજપનો સભ્ય એરગન લઇને ભાગી ગયો

કમિશનર તપાસ કરાવે તો સાચી હકિકત બહાર આવી શકે

અન્ય સમાચારો પણ છે...