• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પૂર્વ પ્રેમીએ પ્રેમિકા અને તેના ભાવિ પતિને ઢોરમાર માર્યો

પૂર્વ પ્રેમીએ પ્રેમિકા અને તેના ભાવિ પતિને ઢોરમાર માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વે પ્રેમીએ તેના પરિવાર સાથે મળી પ્રેમિકા અને પ્રેમિકાના ભાવિ પતિને રસ્તા વચ્ચે આંતરી ઢોર માર માર્યો હોવાની ઘટના ખટોદરા પોલીસ સુધી પહોંચી છે. યુવતીને વાળ પકડીને પેટમાં લાતો માર્યા ઉપરાંત કપાળમાં કોઈ સાધન વડે માર મારતા યુવતી લોહીલુહાણ થઈ ગઈ હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

ગોડાદરાના મહારાણ પ્રતાપચોક, પ્રિયંકાપાર્ક સોસાયટીમાં રહેતી નિરુબહેન પ્રકાશભાઈ રાઠોડ (ઉ.વ.26)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તે અને તેનો ભાવિ પતિ સોનુભાઈને ગઈ તા. 24મીએ રાત્રે 9 વાગ્યે રિંગ રોડ પર માનદરવાજા ખાતે અટકાવી ઢોર માર માર્યો હતો.

ફરિયાદમાં જણાવ્યું છે કે નિરુબહેનને પહેલા અજય મુન્ના વસાવા સાથે પ્રેમ હતો. છેલ્લા ચાર-પાંચ મહિનાથી આ પ્રેમ સંબંધ પર નિરુબહેને પૂર્ણવિરામ મૂકી દીધું અને સોનુભાઈ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. હોળી પછી બન્ને લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યા છે. તે વાતની જાણ અજયને થતાં અજય ઉપરાંત અજયના ભાઈ સંજુ, માતા મનુબહેન અને બહેન કિમુએ સાથે મળી નિરુબહેન અને તેના ભાવિ પતિને રસ્તા વચ્ચે જ ઢોર માર માર્યો હતો.

પૂર્વ પ્રેમી અને તેના પરિવારજનોએ નિરુબહેનને વાળ પકડી પેટમાં લાતો મારી હતી તો જતા જતા અજય કહેતો ગયો કે લગ્ન બીજા સાથે કરીશ જો જાનથી મારી નાખીશ.