દીકરીને મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર. સુરત | લિંબાયતની 29 વર્ષીય પરિણીતાને પ્રેમજાળમાં ફંસાવ્યા પછી દીકરીને મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર કરનાર યુવાન સામે ગુનો નોંધાયો છે.

લિંબાયતમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ રિક્ષાચાલકે બદકામ કર્યું
પડોશમાં રહેતી મહિલાને ત્યાં આવતા રિક્ષાચાલકે મહિલાને લોભામણી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી હતી. રિક્ષાચાલક તેના ઘરે આવતો ત્યારે બાળકો માટે ચોકલેટ અને દૂધની થેલી લઈ આવતો હતો. ઘીરે ઘીરે તેણે મહિલાની નજીક આવી તેણીના ઘરનો ખર્ચ અને દીકરી ભણવાનો ખર્ચ સહિતના ખર્ચાઓ કરી તેણીનું શારીરિક શોષણ કરતો હતો. રિક્ષાચાલકને કારણે મહિલાને તેનો પતિ પણ છોડી ચાલી ગયો છે. મહિલાને રિક્ષાચાલકે એક રૂમમાં ગોંઘીને તેણી પર રેપ કરી આ બાબતની જાણ કોઈને કરશે તો તારી દીકરીને જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી હતી. લિંબાયત પોલીસમાં પરિણીતાએ ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે રિક્ષાચાલક શ્યામસુંદર ઉર્ફ સાગર તેજબહાદુર સીંગ(રહે,ગુજરાત હાઉસિંગ બોર્ડ,પાંડેસરા)ની સામે રેપનો ગુનો નોંધ્યો છે. વધુમાં મહિલા ઘરે જ લેસપટ્ટીનું કામ કરે છે અને પતિ માર્કેટમાં મજૂરી કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...