તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 22 ઉદ્યોગપતિને હનીટ્રેપમાં ફસાવનાર માતા, પુત્રી સહિત વધુ ત્રણની ધરપકડ

22 ઉદ્યોગપતિને હનીટ્રેપમાં ફસાવનાર માતા, પુત્રી સહિત વધુ ત્રણની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરોલીમાં હનીટ્રેપમાં ઉદ્યોગપતિઓને ફસાવી કરોડો રૂપિયાનો તોડ કરતી ટોળકીના વધુ ત્રણ સાગરીતોની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. જેમાં માતા-પુત્રી અને એક યુવતી સામેલ હતાં. અગાઉ આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર કિસ્મત ઉર્ફે કાનો સહિત ત્રણ જણાને પકડીને પોલીસે જેલમાં મોકલી આપ્યા હતા. હનીટ્રેપમાં પોલીસકર્મીઓની પણ સંડોવણી બહાર આવી હતી. જોકે, અમરોલી પોલીસે ભીનું સંકેલી તે પોલીસને બચાવી લઈને મોટો ખેલ કરી નાખ્યો હોવાની વાતો સામે આવી રહી છે.

‘હું ભાભી બોલું છું’ એમ કહીને યુવકને કોલ કરીને મીઠી-મીઠી વાતો કરીને ‘મસ્ત છોકરીઓ આવી છે’ એમ કહી ઘરે બોલાવી હનીટ્રેપમાં ફસાવનારી મહિલા ઈન્દુ પ્રજાપતિની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. આ મહિલા પહેલા યુવકને કોલ કરીને વાત કરે છે બાદમાં બીજા દિવસે મહિલાના ઈશારે તેની પુત્રી હીરાલી યુવકને વાત કરી તેને ઘરે બોલાવે છે. બાદમાં માતા-પુત્રી અન્ય એક યુવતીને યુવક સાથે રૂમમાં મોકલે છે.

રૂમમાં જતાંની સાથે ડુપ્લિકેટ પોલીસ તરીકે મહિલાની ટોળકીના સાગરીતો રૂમમાં ઘૂસી જાય છે અને રૂમમાં પ્લાન મુજબ યુવતી નગ્ન થઈ ગઈ હોય છે તેને યુવકની પાસે બેસાડીને ફોટો મોબાઇલમાં પાડી લે છે. બાદમાં યુવકને બળાત્કાર જેવા મામલામાં ફસાવી દેવાની ધમકી આપી લાખોની રકમ પડાવે છે. આવી જ રીતે ટોળકીએ અત્યાર સુધીમાં 22 ઉદ્યોગપતિઓને હનીટ્રેપમાં ફસાવીને 1.10 કરોડની કમાણી કરી છે. આ ટોળકીનો પર્દાફાશ કરવા માટે વિપુલે પોલીસની મદદ લઈ હનીટ્રેપનું છટકું ગોઠવ્યું હતું. જેમાં મહિલાની ટોળકીનો પર્દાફાશ થયો હતો.

અમરોલી પોલીસે મુખ્ય સૂત્રધાર કિસ્મત ઉર્ફે કાનો કાળુ ગાંગડ, છૈયા મફા દેસાઈ, ગોવિંદ દેવસી રોજિયાની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. ત્રણેય તોડબાજો સુરત પોલીસના કર્મીઓના સંપર્કમાં હોવાની વાતો સામે આવી રહી છે. જોકે, અસલી પોલીસની પણ સંડોવણી બહાર આવતાં અમરોલી પોલીસે પોલીસકર્મીઓને બચાવવા માટે ભીનું સંકેલી લીધું હતું.

હાલમાં અમરોલી પોલીસે હનીટ્રેપ પ્રકરણમાં મહિલા ઈન્દુ પ્રવીણ જુવાલિયા (પ્રજાપતિ), તેની પુત્રી હીરાલી પ્રવીણ જુવાલિયા (બન્ને રહે. સ્વસ્તિક રો હાઉસ, જૂના કોસાડ રોડ, અમરોલી, મૂળ રહે, રૂપગઢગામ, તા.ધોળકા, અમદાવાદ) તથા પ્રિયા નારાયણ તનરોય (બંગાળી)(રહે. મારુતિનગર સોસાયટી, સેવન ડે સ્કૂલ પાસે, લિંબાયત)ની ધરપકડ કરી છે. હજુ પણ પુછપરછ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...