તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શિક્ષણ સમિતિમાં ઉપશાસનાધિકારીની ભરતીનું કામ ટલ્લે

શિક્ષણ સમિતિમાં ઉપશાસનાધિકારીની ભરતીનું કામ ટલ્લે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉપશાસનાધિકારી નિવૃત થયાના બે માસ વિતી ગયા છતાં હજુ સુધી નવી ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી નથી. જેની સીધી અસર વહીવટ પર પડી રહી છે.

શિક્ષણ સમિતિમાં ઉપશાસનાધિકારી શંકરભાઇ પટેલ વર્ષ 2017ના જૂન મહિનામાં નિવૃત થયા હતા. જો કે તેમને એક વર્ષ માટે કરારીય ધોરણે મૂકવામાં આવ્યા હતા. પરંતુ 30 જૂન 2018ના રોજ ટર્મ પુરી થતાં ફરી તેમને એક વર્ષ એક્સટેન્શન આપવાનું કામ સ્થાયી સમિતિમાં મૂકવામાં આવ્યું હતું. જો કે સ્થાયી સમિતિએ દરખાસ્ત દફતરે કરી ઉપશાસનાધિકારીની નવી ભરતી કરવા સૂચના આપી હતી. પરંતુ આજદિન સુધી શિક્ષણ સમિતિના શાસકો અને વહીવટી તંત્રે નવી ભરતી માટે કોઇ પ્રક્રિયા હાથ ધરી નથી. આમ તો શિક્ષણ સમિતિમાં સરકાર નિયુકત અને પાલિકા મળી બે ઉપશાસનાધિકારીની પોસ્ટ છે. પરંતુ સરકાર નિયુક્ત જગ્યા તો વર્ષોથી ખાલી છે. સરકાર નિયુકત જગ્યા તો ભરવામાં વહીવટી તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. પરંતુ પૂર્વ ઉપશાસનાધિકારી શંકરભાઇ પટેલની ખાલી પડેલી જગ્યા પર આયોજન કર્યું નથી. તાજેતરમાં સામાન્ય સભામાં વિપક્ષે આ મુદ્દો ઉછાળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...