તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાદા વાસવાણીને સિંધિ સમાજની શ્રદ્ધાંજલિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : સમસ્ત સિંધી સમાજના આધ્યાત્મક ગુરુ દાદા જે. પી. વાસવાણીજી નો 12મી જુલાઈ ના રોજ 100 વર્ષની ઉંમરે પૂના ખાતે દેહવિલય થતાં સમસ્ત સુરત સિંધી સમાજ સિંધુ સેવા સમિતિ સ્કુલ અડાજણમાં સમાજની વિવિધ સંસ્થઓ દ્વારા ભાવ ભીની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યાે હતો.

વરિષ્ઠ નાગરિકોએ સૈનિકોને રાખડી મોકલી
સુરત : સમર્પણ વરિષ્ઠ નાગરિક પરિવાર સુરતના પ્રમુખ ચંપક પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સૈનિકો માટે ફાળો ઉઘરાવવાની અપીલ કરી હતી. જે ઉઘરાવેલો ફાળો અને સૈનિકો માટેની 86-રાખડી મોકલવામાં આવી હતી.

એમ.ફિલ.ની પદવી એનાયત કરવામાં આવી
સુરત : શીતલ પટેલ, તેનારાંગ (તાલુકો-ઓલપાડ)ના ઠાકોરભાઈની દીકરીએ એમ.ટી.બી. આર્ટ્સ કોલેજ, સુરતના ગુજરાતી વિભાગના અધ્યક્ષા પ્રા. ડૉ. રેખાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ ‘ઈલા આરબ મહેતાની નવલિકાઓમાં નારી ચેતના’ વિષય પર લઘુશોધ નિબંધ રજૂ કર્યો હતો. જેને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા માન્ય રાખી માસ્ટર ઓફ ફિલોસોફીની પદવી એનાયત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...