તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સંસારની બે જ કરૂણતા છે મા વિનાનું ઘર ને ઘર વિનાની મા

સંસારની બે જ કરૂણતા છે મા વિનાનું ઘર ને ઘર વિનાની મા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ સંસારની બે કરૂણતા છે એક માં વિનાનું ઘર અને ઘર વિનાની માં. તમે જન્મ્યા તો મા-બાપે અનાથ આશ્રમમાં ન મુક્યા એ ભૂલની સજા તમે મા-બાપને ઘરડાઘરમાં મુકી કરી. આચાર્ય યશોવર્મસૂરિ મહારાજના રવિવારના વિવેચને શ્રાવકોના હૃદય પીગળાવી દીધા હતા.

પાલના ઓમકારસૂરિ આરાધના ભવનમાં આચાર્ય યશોવર્મસૂરિ મહારાજે રવિવારીય શિબિરમાં હાલના યુગમાં માતા-પિતાની અવદશા પર બોધ આપ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે જે દેશમાં શ્રીરામે માતા-પિતાના વચન માટે સર્વસ્વ ત્યાગ્યું તે દેશમાં માતા-પિતાની સ્થિતિ ખરાબ હોય તે સંસ્કૃતિનું પતન છે. ભારતની પ્રાચીન અને ભવ્ય સંસ્કૃતિના વારસાને જાળવી રાખવા માટે યુવાનોમાં બદલાવ જરૂરી છે. માતા-પિતાની ઇચ્છા પુરી કરવા માટે શ્રવણે બધુ છોડી કાવડમાં લઈને નીકળ્યો હતો. આવા દેશમાં યુવાનો યાત્રા કરાવવાની જગ્યાએ માતા-પિતાને છોડી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...