તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકોને મિત્રો જેવા પેરેન્ટ્સ જોઈતા હોય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘આજના બાળકો પોતાના દેખાવ વિશે ખુબ જ કોન્સિયસ હોય છે અને આપણે તેના સ્વભાવ વિશે કોઇ પણ કોમેન્ટ કરીએ તો સમજી વિચારીને કરવી જોઇએ, કેમ કે તમારી કરેલી દરેક કોમેન્ટને બાળકો સિરિયસી લે છે. વ્યસનથી દુર રાખવા, જાતીય સતામણી વિશે, મોબાઇલના ઉપયોગથી થતાં નુકશાન વિશે વાત કરવી જોઇએ. જો આપણે આવું ન કરીએ તો તેઓ આવી માહિતી બીજા પાસેથી મેળવશે, જે ખોટી હોય શકે છે, અધુરી પણ હોઇ શકે છે. આવા સંજોગોમાં બાળકો પોતાની ઉંમરના બાળકો સાથે જ વાત શેર કરતા હોઇ છે’ શહેરના એક વેલનેસ સેન્ટરમાં હેલ્થ અવેરનેસ ટોકનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં આ વાત ડો.દીપા પટેલે જણાવી હતી. એમણે કહ્યુ હતું કે ‘માતા-પિતા બાળકના રોલ મોડલ હોય છે કેમ, કે એ સતત તમને જોતા હોય છે. તમને લાગશે બાળક તમારું બાળક તમારું સાંભળતા નથી. પણ એવું નથી તમે તમારા વર્તનને સારું રાખો, કેમ કે, આગળ જતાં એ તમારા જ ફુટ પ્રિન્ટ ફોલો કરશે.

સર્વાઇકલ કેન્સરથી બચવા 30 વર્ષ પછી નિયત સમયે ટેસ્ટ કરાવો
ડો. પ્રિયંકા ઘેવારિયાએ જણાવ્યુ હતું કે ‘ભારતમાં સૌથી વધારે મહિલાઓ સર્વાઇકલ કેન્સરનો શિકાર બને છે દરરોજ 200 મહિલાઓ આ કેન્સરથી પોતાના જીવ ગુમાવે છે. આ કેન્સર થવાનું મુખ્ય કારણ HPV વાયરસ છે. તેને અટકાવવા માટે લોકોને શિક્ષીત કરવાની જરૂર છે તેમજ થોડા સમયે આ માટેના ટેસ્ટ કરાવવા જોઇએ,જેથી આપણે તેને ફેલાતા અટકાવી શકીએ. આ પ્રકારનું કેન્સર થવાનું મુખ્ય કારણ 16 વર્ષથી નાની ઉંમરમાં જાતીય સંબંધો, એકથી વધારે લોેકો સાથે સેક્સુઅલ રિલેશનશિપ ઇન્ફેક્ટેટ HPV અને લો સોસિયોઇકોનોમિક સ્ટેટ્સ થઈ શકે છે. તેને ફેલતા અટકાવવા માટે 30 વર્ષ પછી રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઇએ અને ઘણી બધી એવી રસીઓ છે જેને સમયસર(10 થી 40 વર્ષ) આપવામાં આવે તો તેને અટકાવી શકાય છે. એના કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી’.

અન્ય સમાચારો પણ છે...