તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શાળાના મધ્યાહન ભોજનમાં હવે પ્રોટીનયુક્ત નાસ્તો પણ અપાશે

શાળાના મધ્યાહન ભોજનમાં હવે પ્રોટીનયુક્ત નાસ્તો પણ અપાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાનીપ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શિક્ષણ વિભાગે મધ્યાહન ભોજન ઉપરાંત ભોજન બાદ નિયત સમયે પ્રોટીનયુક્ત નાસ્તો આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેનાથી રાજ્યના 40 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે. ફેરફાર અંતર્ગત ભોજનમાં થેપલા, સૂકી ભાજી, વેજીટેબલ ખીચડી, દૂધી-ચણાનું શાક, દાળ ઢોકળી, વેજીટેબલ પુલાવ, મુઠિયા વગેરેનો પ્રથમ ભોજનમાં સમાવેશ કરાયો છે. અગાઉ નાસ્તાની કોઈ વ્યવસ્થા નહોતી જે વ્યવસ્થા ઉમેરાઈ છે. સમગ્ર અઠવાડિયામાં સોમવારે-ચણા ચાટ, મંગળવારે-સુખડી, બુધવારે-મુઠિયા, ગુરૂવારે-ચણા ચાટ, શુક્રવારે-સુખડી અને શનિવારે મિક્ષદાળ-કઠોળ જેવા પોષણક્ષમ નાસ્તો પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...