તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સતસંગમાં દાસાનુદાસ થનાર પર પ્રભુ પ્રસન્ન : મહંત સ્વામી

સતસંગમાં દાસાનુદાસ થનાર પર પ્રભુ પ્રસન્ન : મહંત સ્વામી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભગવાનસ્વામીનારાયણે સુરતની ભૂમીને ત્રણ ત્રણ વખત પધારી પાવન કરી હતી. પારસી સજ્જન કોટવાલ અરદેશરજીએ પોતાની પાઘ ભેટમાં આપેલી. પ્રસાદીની પાઘ અરદેસરજીના વંશજોએ આજે પણ જાળવી રાખી છે. સુરતમાં અક્ષર પુરુષતોમનો સત્સંગ ત્રણ હરિભક્તોથી શરૂ થયો હતો. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામીએ સુરતના સંતોના વિચરણ દ્વારા સત્સંગ વિકસાવ્યો હતો.

મહંત સ્વામીએ પ્રાત:પૂજા બાદ આશીર્વાદ પાઠવતાં કહ્યું કે દાસાનુદાસ થઈને વર્તનારા ઉપર ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. સદગુરૂ ડૉ. સ્વામીએ દરેક વ્યક્તિ પોતાનું જીવન બધી રીતે શુદ્ધ બનાવો તો રાષ્ટ્ર આપો આપ શુદ્ધ બને વિચારને પુષ્ટી આપતું પ્રવચન આપ્યું હતુ. પ્રસંગે સુરત રક્તદાન કેન્દ્રની ટીમ તથા સુરત સિવિલ હોસ્પીટલની ટીમ દ્વારા સ્વામીનારાયણ નગર ખાતે રક્તદાન યજ્ઞ ચાલે છે તેમાં મુલાકાતીઓ સેંકડોની સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે. બે દિવસમાં સૌએ મળી 155 બોટલ રક્ત એકત્ર કર્યું હતુ. મંગળ‌વારે સ્વામીનારાયણનગર ખાતે સુરત કોંગ્રેસના અગ્રણી તુષાર ચૌધરી, નૈષધ દેસાઈ તથા પ્રફુલભાઈ તોગડિયા હાજર રહ્યા હતા.

80 ભૂમીદાતા ખેડૂતોનું સન્માન કરાયું

અન્ય સમાચારો પણ છે...