તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દિલ્હીના માતા પુત્રએ ખેડૂત પાસેથી રૂા. 1 કરોડ ખંખેર્યા

દિલ્હીના માતા-પુત્રએ ખેડૂત પાસેથી રૂા. 1 કરોડ ખંખેર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોડદોડરોડના એક ખેડૂતને દિલ્હીમાં રહેતા ચીટર માતા-પુત્રએ એકાઉન્ટમાં તબક્કાવાર 1 કરોડ રૂપિયા ભરાવી પરત કરવાની ના પાડી દેતાં ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઘોડદોડ રોડ સંકલ્પ સોસાયટીમાં રહેતા પ્રદિપ નાયક ખેડુત છે. 2011માં તેઓ સંપર્ક દિલ્હીના જવાહર નેહરૂ કન્યા વિદ્યાલયની પાછળ આવેલા જુના મોતીનગરમાં રહેતા યોગ બાબા સતિષ સૈની સાથે થયો હતો. સતીષ યોગ કરાવવા પ્રદિપના ઘરે આવતો હતો. સતીષને પોતાની વાતોમાં ભોળવી બહાના કાઢી પ્રદિપ પાસેથી તબક્કાવાર કુલ 1,00,95,000 રૂપિયા પોતાના એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા. થોડા સમય બાદ સતીષનું અવસાન થતાં પ્રદિપે સતીષની પત્ની સૈલી અને પુત્ર ચીરાગના ખાતામાં જમા કરાવેલા રૂપિયા પરત માંગતા તેઓએ ના પાડી દેતાં પ્રદિપે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...