• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડોર ટુ ડોર ગાર્બેજના વાહનોને GPSથી જોડાતાં લાલિયાવાડી દૂર થશે

ડોર ટુ ડોર ગાર્બેજના વાહનોને GPSથી જોડાતાં લાલિયાવાડી દૂર થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

નક્કીકરેલા રૂટ પર ડોર ટુ ડોર ગાર્બેજના વાહનો દોડતા નહીં હોવાના કારણે કેટલાય વિસ્તારોમાંથી કચરો ઉપાડવામાં આવતો નહીં હોવાની છાશવારે ફરિયાદ મળતી હોય છે.તેમાંથી કાયમી છૂટકારો થાય તે માટે પાલિકાએ ડોર ટુ ડોર ગાર્બેજના વાહનોને જીપીએસ સિસ્ટમથી જોડી દેવાનુ નક્કી કર્યુ છે. જેથી નક્કી કરેલા રૂટ પર ડોર ટુ ડોર ગાર્બેજનુ વાહન નહીં ગયુ હોય તો આકરી પેનલ્ટી ફટકારવાનો નવો નિયમ બનાવવામાં આવી રહ્યો છે.તેમાં ચારેક વખત નિયમનો ભંગ કરશે તો કોન્ટ્રાક્ટર રદ કરવાનો અથવા તો સમગ્ર રૂટના નાણાં કાપી લેવામાં આવે તે માટેની નવી પોલિસી બનાવાશે.

પાલિકાએ તૈયાર કરેલી ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સાથે આગામી દિવસોમાં ડોર ટુ ડોર ગાર્બેજના વાહનોને જોડી દેવામાં આવશે. કારણ કે આગામી માસમાં ડોર ટુ ડોર ગાર્બેજનો નવો કોન્ટ્રાક્ટ એજન્સીને આપવાનો છે. તેમાં વાહનોના નંબરની સાથે કયા કયા રૂટ પર વાહનો જશે તેને જીપીએસ સાથે જોડી દેવામાં આવશે. તેમજ ડોર ટુ ડોર ગાર્બેજના વાહનો પર મોનીટરીંગ સ્માર્ટ સિટી સેન્ટરમાંથી કરાશે. તેથી ડોર ટુ ડોર ગાર્બેજના વાહન નક્કી કરેલા રૂટ પર નહીં ગયા હોય તો તેની જાણ સ્માર્ટ સિટી સેન્ટરમાંથી થઇ જશે. જેથી એક વખત રૂટ પ્રમાણે વાહન નહીં જાય તો પેનલ્ટી કરાશે. જ્યારે બીજી વખત તેના કરતી બમણી પેનલ્ટી કરાશે. જ્યારે ચારેક વખત નક્કી કરેલા રૂટ પર કચરો લેવા માટે નહીં ગયા હોય તો સમગ્ર રૂટના પણ નાણાં કાપી લેવા અથવા તો કોન્ટ્રાક્ટ રદ કરવા સુધીની કાર્યવાહી કરવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે.

વાહન કયા રૂટ પર ગયું નથી તે ટ્રેક થશે

ઓટો જનરેટેડ બિલ પ્રમાણે પેમેન્ટ કરાશે

ડોર ટુ ડોર ગાર્બેજ ક્લેક્શનમાં વ્યાપક ફરિયાદને કારણે વાહન નંબર અને રૂટ જીપીએસમાં અપલોડ કરી દેવામાં આવશે. તેના કારણે નક્કી કરેલા રૂટ પર વાહન નહીં ગયુ હોય તો તેનો રીઅલ ટાઇમ ડેટા રોજે રોજ આ‌વશે. ડેટાના આધારે ડોર ટુ ડોર ગાર્બેજ એજન્સીને નાણાં ચુકવવામાં આવશે. તેના કારણે કેટલીક જગ્યા પર અધિકારીઓની મિલીભગતમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના કોન્ટ્રાક્ટરો પાલિકાની તિજોરીને ચુનો ચોપડતા હતા તે પણ બંધ થવાની શકયતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...