કોલેજોમાં જીએસની ચૂંટણી 8 ઓક્ટોબરે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | યુનિવર્સિટીસંલગ્ન કોલેજોમાં આઠમી ઓક્ટોબરે જીએસ(જનરલ સેક્રેટરી)ની ચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં યુજીસીની સ્પષ્ટ ગાઇડલાઇન છતાં ઇવીએમ મશીનને બદલે બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે. યુજીસીએ ઇવીએમ મશીનથી સ્ટુડન્ટ કાઉન્સિલના ચૂંટણી યોજવા માટે આદેશ કર્યો હતો. નર્મદ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં 8 ઓક્ટોબરે જીએસ પદ માટે ચૂંટણી યોજાવાની છે. જાેકે યુજીસીની ગાઇડલાઇન મુજબ કોઇ પણ તૈયારી કરાઇ નથી જેને કારણે ચૂંટણીમાં વિદ્યાર્થીઓને ઇવીએમ મશીનથી મતદાન કરવા નહી મળે. ગાઇડલાઇન છતાં નર્મદ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા તેનો અમલ નહીં કરતા ચાલુ વર્ષે પણ બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે. હાલ તો બંને વિદ્યાર્થી સંગઠનોએ પોતાના ઉમેદવારોની પસંદગી કરવા તેમજ તેમને જીતાડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...