તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુશી મેળવવા સારા ચરિત્રનું નિર્માણ કરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રી 1: વર્ષે12મા ધોરણની બોર્ડ પરીક્ષામાં 99.99 પર્સેન્ટાઇલ હાંસલ કરનાર વર્ષિલ શાહના પિતા આયકર અધિકારી છે. છોકરાના આટલા સારા ગુણ હોવા છતાં તેણે સીએ અથવા એમબીએની પસંદગી કરવાના બદલે સફેદ વસ્ત્ર પસંદ કર્યા છે અને જૈન મુનિ બનીને જીવન જીવવા માગે છે. તેણે બુધવારે સુરતમાં દીક્ષા ગ્રહણ કરી છે. તેને સંન્યાસી બનીને જીવનને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. વિચાર તેને 32 વર્ષના ગુરુ કલ્યાણ રત્નવિજયશ્રી મહારાજ સાથેની મુલાકાત બાદ આવ્યો. તેમણે અહેસાસ કરાવ્યો કે ભૌતિક સંસાર ચિરસ્થાયી ખુશી નહીં આપી શકે.

સ્ટોરી2: પૂર્વસાંસદ એરા સેઝિયાન(94)નું ઉંમરના કારણે બુધવારે અવસાન થયું. 28 એપ્રિલ 1923એ તમિલનાડુના તંજાવુરમાં તેમનો જન્મ થયો હતો. 1939ની એસએસએલસી બોર્ડ પરીક્ષામાં તેઓ ગોલ્ડ મેડલિસ્ટ હતાં અને 1944માં બીએસસી ઓનર્સ(ગણિત)માં તેમણે ટોપ કર્યું હતું. દિલથી તેઓ ટીચર હતા, પણ તેમણે રાજકારણમાં જવાનું સ્વપ્ન જોયું જે તેમની શીખથી એકદમ અલગ હતું. તેઓ ડીએમકેના સંસ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી સીએન અન્નાદુરાઇની નજીક હતાં અને દશકો સુધી તેમના સહયોગી પણ રહ્યાં. 15 વર્ષ સુધી લોકસભા અને 12 વર્ષ સુધી રાજ્યસભામાં રહ્યા. 1978માં તત્કાલીન પ્રધાનમંત્રી મોરારજી દેસાઇના સહયોગી રહ્યા. સક્રિય રાજકારણમાંથી 2001માં રિટાયરમેન્ટ પછી તેમની અંદરના ટીચર તો જીવતાં રહ્યાં. તાજેતરમાં તેમનું પુસ્તક ‘શાહ કમિશન રિપોર્ટ, લૉસ્ટ એન્ડ રિગેન્ડ ઔર પાર્લામેન્ટ ફોર પીપલ’ આવ્યું.

યાદ રાખવું જોઈએ કે વાસણ, દીવડાઓ અને અન્ય પ્રકારની વસ્તુઓ બનાવવા માટે માટી મૂળ તત્ત્વ હોય છે. આવી રીતે અનેક પ્રકારનાં ઘરેણાં સોનામાંથી બનાવવામાં આવે છે. ઉદાહરણોમાં પદાર્થ એટલે માટીનાં વાસણો અને સોનાની વીંટીમાં બદલાઇ જાય છે. જ્યારે વાસણ તૂટે છે, એટલે કે વીંટીને પિગાળવામાં આવે છે ત્યારે તે પોતાનો આકાર ગુમાવી દે છે, પણ તેમાં ઉપયોગ થનાર પદાર્થ બદલાતો નથી. સારા વ્યક્તિનું ચરિત્ર પણ માટી અને ધાતુ જેવું હોય છે. તેઓ રોજિંદા જીવનમાં વિભિન્ન આકાર અને હોદ્દો લે, પણ પોતાના નૈસર્ગિક ગુણ છોડતા નથી.

ફંડા છે કે, વ્યક્તિનું ચરિત્ર તેને બનાવે છે જે છે અને ચરિત્ર તમામ અાલંકારિક પદોથી વધારે મહત્ત્વપૂર્ણ હોય છે.

અન્ય સમાચારો પણ છે...