તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • માલામાલ વિકલીમાં સુરેન્દ્ર તિવારી વિજેતા જાહેર થયાં

માલામાલ વિકલીમાં સુરેન્દ્ર તિવારી વિજેતા જાહેર થયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીજા અઠવાડિયે ભેસ્તાનના વાંચકને રેફ્રીજરેટર લાગતાં આભાર માન્યો

સુરત | દિવ્યભાસ્કર દ્વારા તેમના વાંચકો માટે માલામાલ વીકલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.15મેથી 25 જૂન સુધી ચાલનારી સ્પર્ધામાં રોમાંચક અને સરળ સવાલો પૂછવામાં આવે છે. જેનો સાચો જવાબ આપનારા વાચકો દર અઠવાડીયે સંખ્યાબંધ આકર્ષક ઇનામ જીતી શકે છે. સ્પર્ધામાં બીજા અઠવાડીયે ભેસ્તાન ખાતે આવેલ બંગલા નંબર-35, શ્રીવિનાયક રેસીડેન્સી ખાતે રહેતા અને મીલમાં સર્વિસ કરતાં સુરેન્દ્રભાઇ તિવારીને રેફ્રીજરેટર લાગ્યું હતું. તેઓ ભાસ્કરના કાયમી વાંચક છે અને હાલમાં સુરતમાં શરૂ થયેલા દૈનિક ભાસ્કરના પણ તેઓ વાંચક છે અને ભાસ્કરને પોતીકુ અખબાર બનાવી દેનારા સુરેન્દ્રભાઇ તિવારી વિજેતા થતાં દિવ્ય ભાસ્કરની ટીમે તેમને રેફ્રીજરેટર અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા. માલામાલ વીકલી સ્પર્ધામાં લોકો મોટી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે અને વિજેતા બની રહ્યા છે. સુરેન્દ્રભાઇ તિવારીએ દિવ્ય ભાસ્કરની ટીમનો આભાર વ્યક્તિ કરી દિવ્ય ભાસ્કરની કોલમ અને ન્યૂઝની સરાહના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...