તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પ્રિ મોનસૂન કામગીરીના નામે DGVCL દ્વારા વેઠ ઉતારાઇ

પ્રિ-મોનસૂન કામગીરીના નામે DGVCL દ્વારા વેઠ ઉતારાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાની શરૂઆતની સાથે ‌દ‌ક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં ધાંધીયા પણ શરૂ થઇ ગયા છે. સવારથી શરૂ થયેલા સીઝનના પ્રથમ વરસાદન સાથે અડાજણ,પાલ,સીટીલાઇટ,વેસુ,ભીમરાડ,ગભેણી,મગદલ્લા,જીઆવ,છાપરાભાઠા તથા ડિંડોલી-નવાગામ વિસ્તારમાં પાવર કાપની સમસ્યા ફરી એકવાર ઉદ્દભવતા લોકો અકળાઇ ઉઠયા હતા. જયારે ઉધના, સચીન જીઆઇડીસી અને પાંડેસરા વિસ્તારમાં કલાકો સુધી વીજપુરવઠો ખોટકાતા ઔદ્યોગિક અેકમો બંધ રાખવાની નોબત આવી હતી.

દ‌ક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઉનાળા દ‌રમિયાન આખો દિવસ પાવરકાપ ્રિ-મોનસુન કામગીરી હાથ ધરાઇ હોવા છતાં ધોધમાર પડેલા વરસાદની સાથે પાવરકાપની સમસ્યા ફરી ઉદ્દભવી હતી. અગાઉ વરસાદના પડેલા ઝાંપટાના કારણે પણ ત્રણ દિવસ ડિંડોલી-નવાગામ,વરાછા,

જહાંગીરપુરા, અમરોલી, છાપરાભાઠા વિસ્તારમાં પાવરકાપ કરી દેવાયો હતો.પ્રિ-મોનસુન કામગીરીના નામે વેઠ ઉતારાયાની કરતુત પાવરકાપ સાથે સામે આવી હતી.રાંદેર-અડાજણ વિસ્તારમાં કેટલાક સ્થળોએ ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાવવા તેમજ કેટલાક વિસ્તારમાં ભારે પવનનાં કારણે વાયરો તુટી પડયા હોવાનાં બનાવો પણ નોંધવામાં આવ્યા હતા. શહેરમાં મહત્તમ ફરિયાદો ઉધના, પાંડેસરા, પાંડેસરા જી.આઇ.ડી.સી અને સચીન વિસ્તારમાં સાંભળવા મળી હતી. વીજ કંપનીનાં સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ વિસ્તારોમાં ફિડરો ખોટકાવવાનાં કારણે કલાકો સુધી વીજ પુરવઠો પુર્વવત થઇ શકયો હતો. જ્યારે ડિંડોલી-નવાગામ વિસ્તારમાં મોડી રાત સુધી પાવરકાપની સમસ્યા યથાવત રહી હતી.

પહેલાં વરસાદમાં અડધા શહેરના ‌વિસ્તારોમાં પાવર કાપની સમસ્યા

અન્ય સમાચારો પણ છે...