તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હીરાઅગ્રણી મનુ બલરના 12 સ્થળે દરોડા, કરોડોની જ્વેલરી મળી આવી

હીરાઅગ્રણી મનુ બલરના 12 સ્થળે દરોડા, કરોડોની જ્વેલરી મળી આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગના સૂત્રોના જણાવ્યા મુજબ, ગુરુવારે મળસ્કે 5 કલાકથી બલર એક્સપોર્ટની વરાછા અને લંબે હનુમાનરોડ પર ફેકટરી, ઓફિસ ઉપરાંત અઠ‌વાગેટ સ્થિત આર માર્કેટની ઓફિસ અને ઘર મળી કુલ 12 ઠેકાણે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓએ ડાયમંડના ધંધાની સાથે રીઅલ એસ્ટેટ ક્ષેત્રેનાં રોકાણો પર પણ નજર દોડાવી હતી. મોટા પાયે કન્સ્ટ્રકશનમાં રોકાણ કરવામાં આવ્યું હોવાની માહિતી અને જમીનોના જંગી સોદાઓની વિગતો આઇટીને મળી હતી, જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સુરત ઉપરાંત મુંબઈની ઓફિસ પર પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે ગુરુવારે મળસકેથી શહેરમાં વરસાદની શરૂઆત થઈ અને અધિકારીઓ જ્યારે 12 ઠેકાણે પહોંચ્યા ત્યારે જોરદાર ઝાપટાં પડ્યાં હતાં.

અધિકારી ખોટા એડ્રેસ પર પહોંચ્યા

ગુરુવારેબે ઠેકાણે આવકવેરા વિભાગના અધિકારીઓએ ખોટી પ્રિમાઇસીસ પર તપાસ શરૂ કરી દીધી હતી. લંબે હનુમાન રોડ પરની ફેકટરીના એક માળ પર બીજાની ઓફિસમાં અધિકારીઓ પ્રવેશી ગયા હતા બીજી તરફ આદર્શ સોસાયટીમાં પણ આવું બન્યું હતું.

અનેક પ્રોજેક્ટ હાથ ધરાયા

આઇટીસૂત્રોએ કહ્યું કે મનુ બલરે શહેરમાં અનેક પ્રોજેક્ટ હાથ ધર્યા હતા. ઉપરાંત જમીનો પણ ખરીદવામાં આવી હતી. કામરેજ ખાતે પણ અનેક પ્રોજેક્ટ શરૂ કરાયા હતા. અધિકારીઓએ નોટબંધી અગાઉથી કેસ તૈયાર કર્યો હતો.

ફાઇનાન્સરને ત્યાં પણ તપાસ

બલરનેત્યાં તપાસનો છેડો ફાઇનાન્સર રાજેન્દ્ર શાહને ત્યાં પણ પહોંચ્યો હતો. ફાયનાન્સરનું નોટરી સહિત લીગલ કામ કરતાં કણિયા નામક વકીલને ત્યાં પણ અધિકારીઓ પહોંચી ગયા હતા. જો કે, વકીલને ત્યાંથી કંઇ મળી આવ્યું હતું. આથી માહિતી પણ ખોટી હોવાની વાત સપાટી પર આવી હતી.

મળસકે 5 કલાકે વરસાદી ઝાપટાં વચ્ચે 15 અધિકારીઓની ટીમ સુરત, મુંબઈ અને વડોદરામાં ત્રાટકી : જમીનના મોટા સોદા પણ નજરમાં

નોટબંધી બાદ દરોડાથી ઇન્કમટેક્સ ખાતુ ફરી એક્શનમાં આવ્યું

અઠવા ઝોન ઓફિસનઆદર્શ સોસાયટીમાં આવેલા બલર હાઉસ.

અન્ય સમાચારો પણ છે...