તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત રેલવે સ્ટેશને ‘નમા’ ઇકો ફ્રેન્ડલી ટોઇલેટ મૂકાશે

સુરત રેલવે સ્ટેશને ‘નમા’ ઇકો ફ્રેન્ડલી ટોઇલેટ મૂકાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

સ્વચ્છભારત અભિયાન અંતર્ગત આઈઆરસીટીસીની થર્ડ પાર્ટી દ્વારા દેશના રેલવે સ્ટેશનનો સરવે કરાયો હતો. જેના પ્રથમ રિપોર્ટમાં સુરત સ્ટેશન સ્વચ્છતામાં પ્રથમ ક્રમે અને ફાઈનલ રિપોર્ટમાં છઠ્ઠા ક્રમે ધકેલાઈ ગયું હતું. સ્વચ્છતાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેની આઈઆરસીટીસીએ સુરત રેલવે સ્ટેશનો સરવે હાથ ધર્યો હતો, જેમાંં સ્ટેશનના ટોઈલેટની પરિસ્થિતિ કપરી જોતાં પ્લેટફોર્મ નં-4 પર ઈકો ફ્રેન્ડલી ‘નમા ટોઇલેટ’ મુકવાનો નિર્ણય લેવાયો છે. ટોઈલેટનું જોડાણ સીધું ગટર સાથે હશે.

‘નમાટોઇલેટ’ની છે ખાસિયતો |1 દિવસમાં 200 યાત્રી ઉપયોગ કરી શકશે.‘નમા ટોઇલેટ’ વિદેશી પદ્ધતિથી બનાવેલું ઈકો ફ્રેન્ડલી ટોઇલેટ છે. ભારતીય રેલવેએ ટોઇલેટ બનાવાનું કામ ચેન્નઈની અર્બન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપની સોપ્યું છે. ટોઇલેટ ઈકો ફ્રેન્ડલી અને ફાઈબરનું છે, જેને તૈયાર કરવા પાછળ આશરે 17 લાખ રૂપિયાનો ખર્ચ કરાય છે. જો ટોઈલેટને ગટર સાથે જોડાણ આપવામાં આવે અને ટેન્ક ફિટ કરવામાં આવે તો 1 દિવસમાં 200 યાત્રીઓ તેનો ઉપયોગ કરી શકે છે.

સોલારસિસ્ટમથી સંચાલિત હશે | ટોઈલેટનાછાપરા પર સોલાર સિસ્ટમ ફિટ કરવામાં આવી છે, જેનો વાયર બેટરી સાથે જોડવામાં આવ્યો છે. જેનાથી બેટરી ચાર્જ થાય છે. ટોઈલેટની અંદરની બાજુએ એલઈડી લાઈટ મુકી છે. બેટરી ચાર્જ 3 દિવસ ચાલશે.

સ્વચ્છતાની યાદીમાં 6ઠ્ઠા ક્રમે ધકેલાતાં તંત્ર સતર્ક

અન્ય સમાચારો પણ છે...