તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SVNITના નવા ડાયરેકટર પદે પ્રો.એસ.આર ગાંધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસવીએનઆઇટીમાંઆશરે દોઢ વર્ષ બાદ ડાયરેકટર તરીકે આઇઆઇટી મદ્રાસના ફેકલ્ટી મેમ્બર ડો.એસ.આર ગાંધીની નિમણુંક કરાઇ છે. બુધવારે સુરત સહિતની સાત એનઆઇટીમાં નવા ડાયરેકટરની જાહેરાત કરાઇ હતી.

ફેબ્રુઆરી 2015માં એસવીએનઆઇટીમાં થયેલા સેકસ્યુઅલ હેરેસમેન્ટ કેસને પગેલ રજીસ્ટ્રાર તેમજ ડાયરેકટરે તાત્કાલિક રાજીનામું આપી દીધું હતું. તાત્કાલિક ધોરણે ડાયરેકટર પદ પર ગાંધીનગર આઇઆઇટીના ડાયરેકટર ડો.એસ.કે જૈનને ઇન્ચાર્જ ડાયરેકટર તરીકે બેસાડી દેવાયા હતા. મુળ ભાવનગરના ડો.ગાંધીએ 1977માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ગ્રેજયુએશન કર્યા બાદ 1979માં મદ્રાસ આઇઆઇટીમાંથી એમ.ટેક કર્યુ હતું. બાદ 1982માં મદ્રાસ આઇઆઇટીમાં ડીપાર્ટમેન્ટ ઓફ ઓસીયન એન્જીનીયરીંગમાં ફેકલ્ટી તરીકે જોઇન થયા હતા. 1990થી તેઓ આઇઆઇટીમાં સિવિલ ડીપાર્ટમેન્ટમાં હતા.

વિવાદનું ઘર બનેલી કોલેજમાં નવી નિમણૂક

અન્ય સમાચારો પણ છે...