• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • એકતરફી પ્રેમમાં પાગલ યુવાને પરિણીતાના બેડરૂમમાં લગાડી આગ

એકતરફી પ્રેમમાં પાગલ યુવાને પરિણીતાના બેડરૂમમાં લગાડી આગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મકાનની દીવાલ પણ પાડી નાખી અને પિતરાઈ ભાઈની બાઇક સળગાવી

સુરત : એકતરફી પ્રેમમાં પાગલ યુવાને પરિણીતાના બેડરૂમમાં આગ લગાડી, મકાનની દીવાલ પાડી નાખી અને પિતરાઈ ભાઈનું બાઇક સળગાવી નાખ્યું હોવાની ફરિયાદ પરિણીતાએ હજીરા પોલીસ મથકમાં નોંધાવી છે.

હજીરાગામના માટોવાડા ફળિયામાં રહેતા અંકિતાબહેન પ્રસન્નભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ થોડા સમય પૂર્વે તેમના બેડરૂમમાં આગ લાગી હતી. તે આગ અકસ્માતે લાગી હશે તેવું માની લીધું. થોડા દિવસ થયા તો મકાનની દીવાલ પડી ગઈ અને સામે રહેતા પિતરાઈ ભાઈનું બાઇક સળગી ગયું. તમામ ઘટના અકસ્માતે બનેલી ઘટના હતી પણ એક તરફી પ્રેમમાં પાગલ અનિલ પૂનમ ચૌહાણ નામના યુવાને પરિણીતાને પામવા માટે કૃત્ય કર્યું હતું. જેથી સોમવારે મોડી સાંજે અનિલ પૂનમ ચૌહાણ (રહેઃ તાડવાડી) વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. હજીરાના ઇનચાર્જ પોઈ એચ.એસ. પુરાણીએ કહ્યું હતું કે હાલના તબક્કે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે અને અનિલને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત ફલિત થઈ છે કે એક તરફી પ્રેમમાં પાગલ યુવાને પરિણીતાને ધમકી પણ આપી હતી કે જો મારી નહીં થા તો તને અને તારા પતિને જાનથી મારી નાંખીશ.

અન્ય સમાચારો પણ છે...