• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કોર્ટના હુકમ સામેની પુત્રના કબજાની અરજી નામંજૂર

કોર્ટના હુકમ સામેની પુત્રના કબજાની અરજી નામંજૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ડિવોર્સીપત્ની પાસેની પુત્રનો કબજો માગતી પતિની અરજી કોર્ટે નામંજૂર કરી હતી. પત્ની તરફે એડવોકેટ પ્રીતિ જોષીએ દલીલ કરી કે બંને વચ્ચે ફેમિલી કોર્ટે છુટાછેડાનો હુકમ કર્યો હતો કે સગીર બાળકીનો કાયમી કબજો પત્ની પાસે રહેશે.

2014માં વરાછાની પરિણીતાના લગ્ન કતારગામના યુવક સાથે થયાં હતા. તેમને એક બાળક અવતર્યો હતો. જો કે, સમય જતાં પતિ-પત્ની વચ્ચે ખટરાગ વધતાં વાત છુટાછેડા સુધી પહોંચી હતી. બાદ પતિએ પુત્રનો કબજો મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. ડિવોર્સી પત્ની તરફે એડવોકેટે છુટાછેડાના હુકમનામામાં પત્ની બાળકનો કબજો જાળવી રાખશે બાબતના ઉલ્લેખની જાણ છતાં પતિ તરફે અરજી કરાઇ છે. પુરાવાઓ ધ્યાને લઈને કોર્ટે પતિની અરજી નામંજૂર કરી હતી.

હુકમનામામાં પુત્રનો કબજો પત્ની જાળવી રાખશેનો ઉલ્લેખ

અન્ય સમાચારો પણ છે...