• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • અનાથ આશ્રમનાં બાળકો અને વૃદ્ધોની સંગાથે ધંધાની શરૂઆત

અનાથ આશ્રમનાં બાળકો અને વૃદ્ધોની સંગાથે ધંધાની શરૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિપલોદ સ્થિત સિટી જીમખાના પાસે આવેલી એક હોટલની શરૂઆત થઈ છે. હોટલના કર્તાહર્તા ઉમેશભાઇએ કહ્યું કે સામાન્ય રીતે ધંધામાં સેવાનો ભાવ મરી રહ્યો છે. જે લોકો હોટલમાં જમવાનું એફર્ડ કરી શકે છે તેઓ તો આવશે પરંતુ લોકો માટે કંઇ કરવું હતુ જેઓ બહાર નિકળી શકતા નથી. ખાસ કરીને બાળઆશ્રમ કે અનાથઆશ્રમના ભૂલકાઓ અને વૃધ્ધાશ્રમના વડીલો. લોકો માટે કંઇ કરવાનું મન થયું. એટલે દરેકને અમે આમંત્રણ આપ્યંુ. વેસુના બાળશ્રમમાંથી 85 બાળકો અને વૃધ્ધાશ્રમમાંથી 65 વડીલોને અમે બોલાવ્યા હતા. એવા 45 વડીલો કે જેઓ શારિરિક રીતે અશક્ત છે તેમને જમવાનું વૃધ્ધાશ્રમ ખાતે મોકલી આપવામાં આવ્યુ હતુ. ઉમેશભાઇએ ઉમેર્યું કે જમ્યા બાદ બાળકો અને વડીલોના ચહેરા પર જે ખુશી હતી જે જોઇને મન ભરાય ગયુ. અંગે વેસુ સ્થિત વૃધ્ધાશ્રમના દિલીપભાઈએ કહ્યુ કે અમારા માટે પણ ખુશીનો મોકો હતો. સામાન્ય રીતે કોઈ આવુ કરતુ નથી. અહીં રહેતા વૃધ્ધો રાજી થયા હતા અને મહેમાનગતિ માણી હતી.

હોટલમાલિક દર મહિને અનાથ આશ્રમના વડીલોને જમાડશે

પીપલોદની હોટલના ઉદ‌્ઘાટનમાં અનોખી પહેલ

અન્ય સમાચારો પણ છે...