એસ.ટી.ની એપ બની માથાનો દુખાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

ગુજરાતએસટી નિગમની મોબાઇલ એપ પર બસની ઓનલાઇન ટિકિટ બુકિંગમાં ટેકનિકલ ખામી સર્જાઇ છે. જેથી ઓનલાઇન પેમેન્ટ થઇ ગયા બાદ પણ ટિકિટ કન્ફર્મ થતાં હજારો મુસાફરો હાલાકીમાં મૂકાયા છે. વળી, ચૂકવણાંનું રિફંડ પણ અપાતું હોવાની ફરિયાદો ઊઠી રહી છે.

દૈનિક મુસાફરી કરતા લાખો લોકોને આંગળીને ટેરવે ટિકિટ મળી રહે તે માટે એસ.ટી નિગમે મોબાઇલ એપ શરૂ કરી હતી. જો કે એપ હાલમાં સુવિદ્યાને બદલે દુવિધારૂપ બની ગઇ છે. એપ પર ટેકનિકલ ખામી સર્જાતાં ઓનલાઇન ટિકિટ બુકિંગમાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એપ પર જે તે રૂટની બસ માટે સીટ બ્લોક થઇ જાય છે, પરંતુ જ્યારે નેટ બેકિંગથી ટિકિટનું પેમેન્ટ કરવામાં આવે છે તેમાં મોટા છબરડા થઇ રહ્યા છે. મુસાફરોના ખાતામાંથી ટિકિટનાં નાણાં તો કપાઇ જાય છે પણ ટિકિટ કન્ફર્મ થતી નથી. ઓનલાઇન બુકિંગ કરનારા મોટાભાગના મુસાફરોની આવી ગંભીર ફરિયાદો છે. એટલું નહીં ઓનલાઇન બુકિંગ કેન્સલ થતાં કપાઇ ગયેલા રૂપિયા પણ પરત કરવા નિગમ ધક્કા ખવડાવતું હોવાનું જાણવા મળ્યું છે.

અંતરિયાળ ગામો એપમાં નથી

ગુજરાતએસટી નિગમની મોબાઇલ એપ પર અંતરિયાળ ગામો બતાવતાં નથી. માત્ર શહેરો અને મોટાં ગામડાંઓ દેખાય છે. આમ, અંતરિયાળ ગામો એપમાં દેખાતાં સેંકડો મુસાફરો અંતે ઓનલાઇન બુકિંગ કરવાનું ટાળી રહ્યા હોવાની માહિતી સાંપડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...