ભાસ્કર એક્સક્લુઝિવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાલુવર્ષે ચોમાસાનો પહેલો તબક્કો પુર્ણ થઇ ગયો છે ત્યારે ઉકાઈ ડેમની સપાટી ચાલુ વર્ષે રૂલ લેવલ કરતા 18 ફુટ નીચી છે. તથા 9મી ઓગસ્ટના રોજ ગયા વર્ષની સરખાણીએ ડેમની સપાટી 14 ફુટ ઓછી છે. માટે જુન અને જુલાઈ મહીનામાં સતત અરબી સમુદ્રની સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાત અને રાજસ્થાન તરફ ભરપૂર વરસાદ થયો છે. પરંતુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉકાઈ કેચમેન્ટના વિસ્તારમાં વરસાદ થયો નથી.

વર્ષે સમગ્ર રાજ્યમાં સરેરાશ વરસાદ 60 ટકાથી વધુ થયો છે. રાજ્યના તમામ ડેમ ઓવરફ્લોની સ્થિતિએ પહોંચી ગયા હતા. પરંતુ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સ્થિતિ હજુ પણ કંગાળ છે. ડેમની આજની સપાટી 316.59 ફુટ નોંધાઈ છે. પરંતુ આજની તારીખમાં ગયા વર્ષે ડેમની સપાટી 330.54 ફુટ હતી. જે ગયા વર્ષની સરખામણી ઘણી નીચે છે. વર્ષે રૂલ લેવલ 335 ફુટ છે જેની સામે ડેમની સપાટી 18 ફુટ ઓછી છે.

{ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉકાઈના કેચમેન્ટ એરિયામાં ઓછા વરસાદના કારણે ડેમમાં પાણી આવક ઓછી

{ ઉકાઇ ડેમની ચાલુ વર્ષે તારીખ 9મી ઓગસ્ટની સપાટી 316.59 ફૂટ, ગયા વર્ષે 330.54 ફૂટ હતી

અન્ય સમાચારો પણ છે...